મજેઠી ગામમાં પછાત વર્ગોનાં ઘર તોડી નાખ્યાનો આક્ષેપ, ૨૫ સામે ફરિયાદ

0
13
Share
Share

સુરેન્દ્રનગર,તા.૨૫

સુરેન્દ્રનગરનાં પાટડીનાં મોટી મજેઠી ગામમાં સરકારી પ્લોટનો એક વિવાદ છે. જે માટે બે સમાજ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ૨૫ વ્યક્તિ પર એટ્રોસિટીની તેમજ જાનથી મારી નાંખવાની ફરિયાદ માલવણ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સાંજના સમયે કેટલાક લોકોએ મોટી મજેઠી ગામના દલિતોનાં ઘરોમાં જઇને હુમલો કર્યો હતો. આ ઘટનામાં દલિત સમાજનાં લોકોએ આક્ષેપ કર્યો છે કે, તેમના ઘર પાટીદાર સમાજનાં કેટલાક લોકોએ આવીને તોડી નાંખ્યા છે. આ સાથે તેમને ધમકી આપતા જણાવ્યું છે કે, કમાલપુર ગામ છોડીને અહીંથી જતા રહો. તેમના જણાવ્યાં પ્રમાણે,

અહીં ૧૦૦ ચોરસવારનાં પ્લોટ દલિતોને ફાળવેલા છે. જ્યાં પાટીદાર સમાજનાં કેટલાક લોકોએ આવીને તોડફોડ કરીને બધું અસ્તવ્યસ્ત કરી દીધું હતું. આ અંગે એક મહિલાએ જણાવ્યું કે, અમારી ઝૂપડપટ્ટીમાં આવીને પાટીદાર સમાજનાં લોકો હુમલો કર્યો હતો. અમે ત્યારે ઘરમાંથી છોકરાઓને લઇને બહાર નીકળી ગયા હતાં. અમને એ લોકો ધમકી આપે છે. અમારા ઘરની બધી વસ્તુઓ તોડી નાંખી. અમે ઘરમાંથી રાંધતા રાંધતા બહાર નીકળી ગયા. આ અંગે વાત કરતા એક ભાઇએ જણાવ્યું કે, આ લોકો આ રીતે અમારી પર છેલ્લા ત્રણ વર્ષથી અત્યાચાર કરે છે. આજે અમારા જીવ પર જોખમ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here