મચ્છરજન્ય રોગચાળાએ ઊચક્યું માથુ, તંત્રની નિષ્ફળતાના લીધે લોકો પટકાયા માંદગીમાં

0
17
Share
Share

અમદાવાદ,તા.૦૩

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું અત્યંત મહત્વનું ગણાતું હેલ્થ ખાતું તમામ બાબતોમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. કોરોનાનો ભરડો હજુ ચાલુ જ છે, ત્યાં ઘરે ઘરે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોની ફરિયાદો મોટા પ્રમાણમાં ચાલુ થઇ ગઇ છે. ચાલુ સિઝનમાં મચ્છરજન્ય રોગચાળાના ૨૫૦૦થી વધુ કેસો હોવાનું જણાય છે. મ્યુનિ. હોસ્પિટલોમાં ખાસ કોઇ જતું ના હોવાથી ત્યાં આંકડા ઓછા બતાવાય છે અને ખાનગી હોસ્પિટલોના આંકડા મેળવવાની બાબતમાં બેદરકારી સેવાય છે. ફેમિલી ડોકટરોને ત્યાં સવારના લાઇનો લાગે છે.

શહેરમાં સતત ચાલુ રહેલો ઝરમરિયો વરસાદ, ઠેરઠેર ભરાયેલાં ખાબોચિયા, વાદળછાયું ભેજવાળું વાતાવરણ જામેલું રહેવાના કારણે વિપુલ પ્રમાણમાં એડિસ અને એનોફિલીસ મચ્છરો પેદા થયા છે. બીજી તરફ પોરાનાશક અને મચ્છરનાશક કામગીરીમાં હેલ્થ ખાતા દ્વારા સેવવામાં આવેલી ઘોર બેદરકારીએ પ્રજાજનોની હાલાકીમાં ભારે વધારો કર્યો છે. નવા પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન, પૂર્વના વિસ્તારોમાં સૌથી વધુ ચિકનગુનિયાના કેસો જોવા મળી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાકાળ શરૃ થયો તે પહેલાં દર અઠવાડિયે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનાં દર્દીઓના અને મૃત્યુના આંકડા જાહેર કરવામાં આવતા હતાં તે પધ્ધતિ પણ બંધ કરી દેવામાં આવી છે. અનલોક-૪માં હવે તમામ બાબતો ચાલુ કરી દેવાઇ છે, સિવાય કે હેલ્થ ખાતાનો અઠવાડિક અહેવાલ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here