મક્કા મસ્જીદમાં ૪ ઑક્ટોબરથી સાઉદી અરબના લોકોને જવાની મંજૂરી મળશે

0
26
Share
Share

યુએઇ,તા.૨૩

ઈસ્લામના સૌથી પવિત્ર સ્થળ એટલે મક્કાની ગ્રૈન્ડ મસ્જીદ હવે મુસ્લિમો માટે ખુલી જશે. હવે લોકોને ઉમરા માટે અહીંય ાઆવવા માટેની મંજૂરી આપવામાં આવી રહી છે. કોરોના વાયરસ મહામારીના કારણે વિતેલા ૬ મહિનાથી અહીંયા પ્રતિબંધો અમલમાં હતાં. સઉદી અરબે હવે તેને કેટલાક ફેઝમાં ખોલવાનો નિર્ણય કર્યો છે.

પહેલા ફેઝ દરમયાન ૪ ઓક્ટોબરમાં માત્ર સઉદી અરબના લોકોને ગ્રૈન્ડ મસ્જિદમાં જવાની મંજૂરી મળશે. એક દિવસમાં આવનારા લોકોની સંખ્યા ૬ હજાર હશે. ૧૮ ઓક્ટોબરથી બીજો ફેઝ શરૂ થશે. બીજા ફેઝ દરમયાન પણ માત્ર સઉદી અરબના લોકોને ગ્રૈન્ડ મસ્જિદમાં આવવાની એન્ટ્રી મળશે. પરંતુ આ દરમયાન કુલ ૬૫ હજાર લોકો મસ્જિદમાં આવવાની મંજૂરી મળશે.

સઉદી અરબના આંતરિક મંત્રાલયનું કહેવું છે કે, ત્રીજા ફેઝમાં એક નવેમ્બરથી સઉદી અરબ બહાર રહેનારા લોકોને પણ ઉમરા માટે આવવાની મંજૂરી મળશે આ દરમયાન એક દિવસમાં કુલ ૮૦ હજાર લોકોને અહીંયા આવવાની મંજૂરી મળશે.

સઉદી અરબની સરકારનું પણ કહેવાનું છે કે, તે સતત પોતાની ગાઈડલાઈન્સ અને કોરોના સાથે જોડાયેલા ઘટનાક્રમનું મુલ્યાંકન કરતી રહેશે. જુલાઈમાં સઉદી અરબમાં ઘણા ઓછા લોકોની સાથે હજનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જ્યાં ૨૦ લાખ લોકો દર વર્ષે હજમાં ભાગ લેતા હતા ત્યારે હવે આ વખથે ૧૦૦૦ લોકો અહીંયા પહોંચ્યાં છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here