મકર સંક્રાતિ પર ભૂલથી પણ ન કરશો આ ૧૦ કામ

0
21
Share
Share

આ સમય સૂર્ય ઉત્તરાયન થાય છે. તેથી આ સમયે કરવામાં આવેલ જાપ અને દાનનુ ફળ અનંતગણુ હોય છે. આ વખતે મકર સંક્રાતિ ૧૫ તારીખના રોજ ઉજવાશે. સૂર્ય અને શનિનો સંબંધ આ પર્વ સાથે હોવાને કારણે અ ખૂબ મહત્વપૂર્ણ છે. એવુ કહેવાય છે કે આ તહેવાર પર સૂર્ય પોતાના પુત્ર શનિને મળવા જાય છે સામાન્ય રીતે શુક્રનો ઉદય પણ લગભગ આ સમયે થય છે. તેથી અહીથી શુભ કાર્યોની શરૂઆત થાય છે. મકર સંક્રાંતિમાં કેટલાક કાર્યોને

કરવા શુભ માનવામાં આવે છે તો બીજી બાજુ કેટલાક કાર્યો વર્જિત માનવામાં આવે છે. આવો જાણીએ આ દિવસે ક્યા ૧૦ કામ છે જે ન કરવા જોઈએ.

૧. કેટલાક લોકો સવારે ઉઠતા જ ચા અને સ્નેક્સ ખાવા શરૂ કરી દે છે પણ શુભ દિવસે આવુ ન કરો. આ દિવસે સ્નાન કર્યા વગર ભોજનનુ સેવન ન કરવુ જોઈએ. માન્યતા છે કે આ દિવસે ગંગા કે કોઈ નદીમાં જઈને સ્નાન કરવુ જોઈએ. તેથી ગંગા કે પવિત્ર નદી નહી તો કમસે કમ ઘર પર યોગ્ય સમયે સ્નાન જરૂર કરવુ જોઈએ.

૨. આ દિવસે મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. મકર સંક્રાતિ પુણ્ય કાળ છે જેમા વાળ ધોવા વર્જિત છે.

૩. મકર સંક્રાતિના દિવસે ઘરની અંદર કે બહાર કોઈપણ પ્રકારના ઝાડ કે છોડનુ કટિંગ કે સફાઈ ન કરવી.

૪. મકર સંક્રાતિના દિવસે તમે કોઈપણ પ્રકારન નશો ન કરો. દારૂ સિગરેટ ગુટકા વગેરે જેવા સેવનથી તમારે બચવુ જોઈએ. આ દિવએ મલાસેલાર ભોજન પણ ન કરવુ. આ દિવસે તલ મગ દાળની ખિચડી વગેરેનુ સેવન કરવુ જોઈએ. અને આ બધી વસ્તુઓનું યથાશક્તિ દાન કરવુ જોઈએ.

૫. જો સૂર્ય દેવની કૃપા મેળવવા માંગો છો તો સંધ્યાકાળમાં અન્નનુ સેવન ન કરો.

૬. મકર સંક્રતિના દિવસે ગાય કે ભેંસનુ દૂધ ન દોહવુ જોઈએ. કારણ કે આ દિવસે ગાયને ધાન ખવડાવવનો શુભ દિવસ હોય છે.

૭. મકર સંક્રાતિના દિવસે જો કોઈપણ તમારા ઘરે ભિખારી સાધુ કે વડીલ આવે તો તેને ખાલી હાથે ન જવા દો. જે તમારુ સામર્થ્ય મુજબ કશુ ને કશુ દાન જરૂર કરો.

૮. આ દિવસે ભૂલથી પણ લસણ ડુંગળી અને માંસનુ સેવન ન કરવુ જોઈએ.

૯. આ પ્રકૃતિનો તહેવાર છે અને હરિયાળીનો ઉત્સવ તેથી આ દિવસે પાક કાપવાનુ કામ ટાળી દેવુ જોઈએ.

૧૦. મકર સંક્રાતિના દિવસે તમારી વાણી પર સંયમ રાખો અને ગુસ્સો ન કરો. કોઈને ખરાબ ન બોલો અને બધા સાથે મધુરતાનો વ્યવ્હાર કરો.(જી.એન.એસ.)

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here