મંદિરમાં માસ્કની જરૂર નથી, સરકારના આવા નિયમનો હું વિરોધી છું: મધુ શ્રીવાસ્તવ

0
20
Share
Share

વડોદરા,તા.૨૬

વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના થયો હતો અને ત્યારબાદ તેઓ સારવાર હેઠળ હતા. મધુ શ્રીવાસ્તવ હંમેશાં પોતાના નિવેદનોના કારણે મીડિયામાં છવાયેલા રહે છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં તેઓ બોલી રહ્યા છે કે હું બાહુબલી છું અને રહીશ. કોરોના જેવું કશું નથી, બધાએ લડવાનું છે. આ વીડિયો બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હવે ફરીથી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફાંકા ફોજદારી કરી છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે, મંદિરમાં માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી. સરકારના આવા નિયમનો હું વિરોધી છું. ધર્મની બાબતમાં કોઈની દખલગીરી હું નહીં ચલાવી લઉં.

આ નિવેદન બાદ મધુ શ્રીવાસ્તવની ભારે ચર્ચા થઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે, તેમના પાર્ટીના જ ધારાસભ્યએ કોરોના મહામારીમાં બનાવેલા નિયમોની આડે આવી રહ્યા છે, ત્યારે સરકાર તેમના પર શું એક્શન લે છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોરોના મહામારીમાં ફરી એકવાર ફાંકા ફોજદારી કરીને એક નિવેદન આપ્યું છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મંદિરમાં માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી. સરકારના આવા નિયમોનો હું સખત વિરોધી છું અને વિરોધ કરીશ. ધર્મની બાબતમાં હું કોઈની દખલગીરી નહીં ચલાવી લઉં. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા મંદિરમાં કોરોના ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here