મંગળ પર યાને સેલ્ફી લીધીઃ રોવરે મંગળ પરથી પ્રથમ રંગીન ફોટો અને સેલ્ફી મોકલી

0
33
Share
Share

વોશિંગ્ટન,તા.૨૦

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના પર્સીવરેંસ માર્સ રોવરએ મંગળ ગ્રહ પરથી વિશ્વ માટે પ્રથમ રંગીન ફોટો અને પોતાની સેલ્ફી મોકલી છે. શુક્રવારે મોડી રાત્રે નાસાએ સોશિયલ મીડિયા દ્વારા આખી દુનિયા સાથે શેર કર્યું હતું. એટલું જ નહીં, પ્રથમ વખત કોઈ બીજા ગ્રહ પરગયેલા હેલિકોપ્ટરે પણ તેનો પ્રથમ રિપોર્ટ નાસાને મોકલ્યો છે. આમાં, હેલિકોપ્ટરએ જણાવ્યું છે કે તેના ઉતરાણ પછી ત્યાં બધું જ બરાબર છે. રિપોર્ટમાં મંગળ ગ્રહના તાપમાન વિશે પણ જાણકારી આપવામાં આવી છે. જેમાં રાત્રિનું તાપમાન માઈનસ ૯૦ ડિગ્રી સેલ્સિયસ જણાવવામાં આવ્યું છે. પર્સીવરેંસ રોવરે જઝીરો નામે એક ૮૨૦ ફૂટ ઊંડા ક્રેટર પર લેંડિંગ કર્યું હતું. સાથે જ પોતાની પ્રથમ સેલ્ફી દુનિસા સાથે શેર કરી હતી. પર્સીવરેંસ રોવરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મંગળનો ફોટો અને તેની સેલ્ફી શેર કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે, ’હેલો વર્લ્ડ, મારા કાયમ માટેના ઘરથી મારો પહેલો દેખાવ’. એક બીજી પોસ્ટમાં લખવામાં આવ્યું છે, ’એક બીજું દ્રશ્ય મારી પાછળ દેખાઈ રહ્યું છે.

સ્વાગત છે જેઝેરોમાં’. પર્સીવરેંસ માર્સ રોવર મંગળ પર જીવનની શોધમાં ઉતારવામાં આવ્યું હતું. ભારતીય સમય મુજબ ગુરુવાર અને શુક્રવારે રાત્રે લગભગ બે વાગ્યે, મંગળની સૌથી ખતરનાક સપાટી જાઝીરો ક્રેટર પર લેંન્ડિંગ કર્યું હતું. તેની સપાટી પર ક્યારેક પાણી રહ્યા કરતું હતું. નાસાએ દાવો કર્યો છે કે તે અત્યાર સુધીના ઇતિહાસમાં મંગળ પર રોવરની સૌથી સચોટ ઉતરાણ છે. પર્સીવરેંસ રોવર રેડ પ્લેનેટમાંથી ખડકોના નમૂનાઓ પણ લઈને આવશે. ૬ પૈડાંવાળા રોબોટે સાત મહિનામાં ૪૭ કરોડ કિલોમીટરની મુસાફરી પૂર્ણ કરી અને ઝડપથી તેના લક્ષ્ય સુધી પહોંચી ગયું. છેલ્લી સાત મિનિટ ખૂબ જ મુશ્કેલ અને જોખમી હતી. તે સમાટે તે ફ્ક્ત૭ મિનિટમાં ૧૨ હજાર માઇલ પ્રતિ કલાકથી ૦ની ઝડપે આવ્યું.

આ પછી ઉતરાણ કરવામાં આવ્યું હતું. નાસાએ જઝીરો ક્રેટરને જ રોવરનો ટચડાઉન ઝોન બનાવ્યો હતૂ. રાબોટે અહીં જ ઉતરાણ કર્યું હતું. હવે તે અહીંથી જ સેટેલાઇટ કેમેરા દ્વારા સંપૂર્ણ માહિતી એકત્રિત કરશે અને પછી તેને નાસામાં મોકલશે. આ મિશન અત્યાર સુધીની સૌથી અદ્યતન રોબોટિક એક્સપ્લોરર છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, જઝીરો ક્રેટર મંગળની તે સપાટી છે જ્યાં એક સમયે એક વિશાળ તળાવ હતું. મતલબ કે અહીં પાણી હોવાની માહિતી નક્કર રીતે પ્રાપ્ત થઈ છે.વૈજ્ઞાનિકોને આશા છે કે જો મંગળ પર ક્યારેક જીવન હતું, તો તેને સંકેત અહીં જીવાશ્મના રૂપે મળી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here