ભેસાણના સાકરોડાના ખેડૂતની આધુનિક ખેતીને બિરદાવતા કૃષિમંત્રી

0
43
Share
Share

યુવા ખેડૂત કટીર કરણને કૃષિમંત્રી દ્વવારા સન્માનિત કરાયા
જૂનાગઢ, તા.૨૧
જૂનાગઢ જિલ્લાના છેવાડા ના ગામ એવા સાકરોડા ગામ આધુનિક ખેતી માટે જાણીતું છે. આવે ગામના અનેક ખેડુતો આધુનિક ઢબે ખેતી કરી મબલક ઉત્પાદન મેળવે છે.
સાકરોડા ગામના આહિર યુવા ખેડૂત કરણ કટિર દ્વવારા અભ્યાસ બાદ પોતાના ખેતરમાં આધુનિક ટેક્નોલોજીથી અને હાઈબ્રીડ બિયારણ દ્વવારા બાગાયતી, શાકભાજી ના પાકમાંથી મબલક ઉત્પાદન લઇ ખેડૂત સમૃદ્ધ થઇ શકે તે બાબતે તેમને તરબૂચ, ટેટી, ટામેટી, મરચા અને બીજા શાકભાજીનુ મંચિંગ પદ્ધતિથી ખેત ઉત્પાદન કરી પોતાના શિક્ષણ ની વિવેક બુદ્ધિ ને ખેતી તરફ વાળી ને ખેતી થી શહેર તરફ આવક મેળવવા ભાગતા યુવાનો ને એક નવો રાહ ચીંધ્યો છે.
તેમના મતે આજના યુવાનો જો આધુનિક પદ્ધતિ થી બાગાયતી અને શાકભાજીની ખેતી કરે તો ચોક્કસ મબલક ઉત્પાદન મેળવી આવક ને બમણી કરી શકાય છે. એટલે શિક્ષિત યુવાનો કૃષિ તરફ પાછા વાળી ખેતીપ્રધાન દેશ ને વિકાસ તરફ ગતી કરવાનો અને સરકારના બમણી આવક કરવાનાં લક્ષયાંક તરફ દોટ મુકવાનો રાહ ચીંધ્યો છે.
જૂનાગઢના અહોભાગ્ય…નરસિંહ તળાવના બ્યુટિફિકેશનનું કરાશે
નવા સંસદની ડિઝાઇન બનાવનાર એજન્સી કરશે
જૂનાગઢના અહોભાગ્ય છે કે, નરસિંહ મહેતા સરોવર અને વિલીંગ્ડન ડેમના વિકાસ માટે મહત્વની કામગીરી થનાર છે. અને આ કામગીરી માટે પ્રથમ વખત દેશની પ્રથમ હરોળની એજન્સી દ્વારા આ કામ કરવા માટે તૈયાર થઇ છે.
જુનાગઢ મનપાના કમિશ્નર તુષાર સુમેરા એ જય હિન્દ દૈનિકને જણાવ્યા અનુસાર તાજેતરમાં દિલ્હીના નવા સંસદ ભવનની ડિઝાઇન તૈયાર કરી છે તે એજન્સી જૂનાગઢના નરસિંહ મહેતા સરોવર અને વિલીંગ્ડન ડેમની ડિઝાઇન તૈયાર કરશે.
આર્કિટેકચરની દુનિયામાં બિમલ પટેલનું નામ ઘણું જાણીતું છે. બિમલ પટેલને શ્રેષ્ઠ કામગીરી માટે પદ્મશ્રી એવોર્ડ એનાયત પણ થયેલ છે. ત્યારે બિમલ પટેલ નરસિંહ મહેતા સરોવરની તેમજ વિલીંગ્ડન ડેમના વિકાસની ડિઝાઇન તૈયાર કરશે. અને એ ડિઝાઇન થી બંને સ્થળો રમણીય અને આકર્ષક બનશે.
દરમિયાન નરસિંહ મહેતા સરોવરના વિકાસ માટે ૨૫ કરોડની રકમ હાથ પર છે, ઉપરાંત વધુ ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવશે. જ્યારે વિલીંગ્ડન ડેમ માટે ૨ કરોડની રકમ છે અને ૩ કરોડ ટુરિઝમ પાસેથી મળતા ૫ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે.
જુનાગઢમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિમાં સમર્પણ રાશિ અર્પણ કરાઈ
શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ મહાઅભિયાનના ભાગ રુપે જૂનાગઢની મોટી હવેલી તરફથી પૂ. કિશોરબાવાશ્રીએ રુ. ૫,૫૧,૦૦૦, જયંતીભાઈ અને વિમલભાઈ વઘાસીયા મધુરમ કંસ્ટ્રેકશન દ્વારા ૧,૧૧,૧૧૧ નો સમર્પણ રાશિનો ચેક વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભુપત ભાઈ ગોવાણીને સુપરત કરાયો હતો. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જૂનાગઢ મહાનગરના નગર અધ્યક્ષ ભરતભાઈ ભીંડી દ્વારા રુ. ૧,૦૧,૧૧૧ નો ચેક સુપ્રત કરવામાં આવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here