ભેંસાણમાં દિનદહાડે થયેલી ચોરીનો ભેદ ઉકેલતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ

0
22
Share
Share

રૂ.૩.૫૩ લાખના મુદામાલ સાથે સાબલપુર ચોકડીના આરોપીને દબોચી લેવાયો

માણાવદર, તા.૨૨

ભેંસાણમાં ધોળા દિવસે થયેલ અજાણ્યા ઇસમ દ્વારા માધવ ઇલેકટ્રીક એન્ડ એન્જીનીયરીંગ નામની દુકાનના કેસ કાઉન્ટરમાંથી રોકડા રુ.૩,૭૭,૫૦૦/- ની ચોરી કરનાર ઇસમને ગણતરીની કલાકોમાં  ઝડપી પાડી ચોરીમાં ગયેલ રોકડા રુ.૩,૩૩,૫૦૦/- તેમજ ગુન્હાના કામે ઉપયોગ કરેલ મો.સા. કિ.રુ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રુ.૩,૫૩,૫૦૦/- નો મુદામાલ રીકવર કરી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કેતનભાઇ નાથાભાઇ મોણપરા રહે. ભેસાણ વાળાની માધવ ઇલેક્ટ્રીક એન્ડ એન્જીન્યરીંગની દૂકાન કે જે ભેસાણમાં જૂનાગઢ રોડ ઉપર આવેલ છે. જે દૂકાનેથી ગઇ તા.૧૮/૦૨/૨૦૨૧ ના રોજ કોઇ અજાણ્યો ઇસમ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં દુકાનના થડાની અંદર રાખેલ રોકડા રુા.૩,૭૭,૫૦૦/- ની ચોરી કરી લઇ ગયેલનો બનાવ બનેલ છે. જે ગુન્હો તા.૧૮/૦૨/૨૦૨૧ ના ક.૧૬/૦૫ વાગ્યે જાહેર થયેલ છે.

બનાવ બાદ જૂનાગઢના ઇચા.પોલીસ ઇન્સ.  એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. રાજદિપસિંહજી .કે.ગોહિલ તથા પો.સ.ઇ  ડી.જી.બડવા તથા પો.સ્ટાફ જૂનાગઢ જિલ્લામાં ચોરીના ગુન્હા શોધી કાઢવા અને ગુન્હા બનતા અટકાવવા માટે સતત પ્રયતન્શીલ હોય.

દરમિયાન બાતમીના આધારે ભેંસાણ ચોકડી પાસે આવી વોચમાં રહેતા જેતપુર તરફથી મો.સા. સાથે એક ઇસમ જૂનાગઢ તરફ આવતો હોય. જે થોડે દુરથી પોલીસને જોઇ જતા પોતાના હવાલાની મો.સા. વાળી ભાગવા જતા તુરત જ સ.વા. વડે મજકુરનો પીછો કરી રોકી જેમનો તેમ પકડી પાડી તેનુ નામ-ઠામ પુછતા પોતે પોતાનુ નામ નવીનભાઇ ઉર્ફે હનીફ સ/ઓ ત્રિકમભાઇ હરીભાઇ વનરા મોચી ઉવ.૫૭ ધંધો. વેપાર રહે. સાબલપુર ચોકડી, રોકડીયા ભજીયાની પાછળ, શાંતેશ્વર મંદિર પાસે, જૂનાગઢ, મૂળ ગામ આંબા તા.લીલીયા જી.અમરેલી વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમની અંગ જડતી કરતા તેની પાસેથી રોકડા રૂ. ૩,૩૩,૫૦૦/- મળી આવતા મજકુર ઇસમની પ્રાથમીક પૂછપરછ કરતા ગઇ તા.૧૮/૦૨/૨૦૨૧ રોજ ભેસાણ મુકામેથી ઇલેક્ટ્રીકની દુકાનમાંથી ચોરી કરેલ હોવાનુ જણાવતા ગુન્હાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા ભેંસાણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here