જૂનાગઢ, તા.૩
ભેંસાણ એસબીઆઇમાં ક્રેડિટ કાર્ડ વિભાગ દ્વારા માર્કેટીંગ માટે આવેલ વ્યક્તિ બેસાડી ગ્રાહકોને સાચું ખોટું સમજાવીને કાર્ડ ઢાબેડી દીધા બાદ જુદા જુદા ચાજર્ના નામે રુપિયા કાપી લેતાં ગ્રાહકો રોષે ભરાયાં છે, અને કપાયેલા રુપિયા પાછા નહિ મળે તો, તાળાબંધીની ચિમકી આપી છે.
જાણવા મળતી વિગતો અનુસાર ભેંસાણ એસબીઆઇ માં અગાઉ ગ્રાહક ક્રેડિટ કાર્ડ વિભાગ દ્વારા માર્કેટીંગ માટે વ્યક્તિઓને ગ્રાહકોને સાચું ખોટું સમજાવીને ક્રેડિટ કાર્ડ ધાબેડી દીધા હતા, અને ડો. કિશોરભાઇ શેલડિયા એ પણ એસબીઆઇ ક્રેડિટ કાર્ડ કરાવ્યું હતું, આ કાર્ડ થકીડો. કિશોરભાઇના ખાતામાંથી રુ. ૨૭ હજાર કપાઇ જતાં તેમણે કોટર્ કેસ પણ કર્યો છે. ત્યારે મેનેજમેન્ટે કોટર્માં એવું જણાવ્યું છે કે, એસબીઆઇ બેંક અને ક્રેડિટ કાર્ડ બંને અલગ છે. અમારી બેંકને તેની સાથે કોઇ લેવાદેવા નથી
આ ઉપરાંત ભેંસાણના ચણાકાના અશોકભાઇ ભીખુભાઇ બાલધા અને ભેંસાણના વિનુભાઇ મોહનભાઇ ભેંસાણિયાને પણ ક્રેડિટ કાર્ડ પકડાવી દેવાયા હતા ત્યારે બંનેના ખાતામાંથી ચાજર્ના નામે ૧૭૬૮-૧૭૬૭ કાપી લીધા છે. આ રીતે અનેક લોકોના પૈસા કપાતાં ગ્રાહકોએ મેનેજરને રજૂઆત કરી છે. જેમાં મેનેજરે બધાને ૧ માસમાં રુપિયા પાછા અપાવવા ખાતરી આપી છે. દરમ્યાન તાલુકા ભાજપ પ્રમુખ ગાંડુભાઇ કથીરિયાએ ગ્રાહકોના પૈસા પાછા ન અપાય તો બેંકને તાળાબંધી કરવાની ચિમકી પણ આપી છે.