ભૂમાફિયા જયેશ પટેલના સાગરિતોને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાયા

0
16
Share
Share

જામનગર,તા.૧૭

જામનગરમાં હત્યા, જમીન કૌભાંડ, અપહરણ અને ધાકધમકી આપીને ગેંગ બનાવી મિલકતો પડાવી લેવાના અનેક કિસ્સાઓમાં સંડોવાયેલા નામચીન ભૂમાફિયા જયેશ પટેલના સાગરિતોને આજે રાજકોટમાં ડેઝિગ્નેટેડ કોર્ટમાં ૨૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતાં. આ તમામ આરોપીઓને ગુજસીટોક કાયદા હેઠળ રાજકોટની ખાસ અદલાતમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યાં હતાં. રાજકોટના જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ વોરા દ્વારા જામનગર પોલીસની તરફેણમાં આરોપીઓની રિમાન્ડ મેળવવા વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. રિમાન્ડ અરજીની સુનાવણી પૂર્ણ થયા બાદ રિમાન્ડ અંગેનો ચૂકાદો આપવામાં આવશે.  જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ વિરૂદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે જામનગર પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ જયેશ પટેલ અને તેના ૧૪ સાગરીતો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કાયદા હેઠળ ફાંસી તેમજ આજીવન કેદની સજા તેમજ ૧૦ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ગુનાખોરીને કાબૂમાં કરવા માટે ગુજસીટોક કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. ત્યારે આ કાયદા હેઠળ જામનગર જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે. જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ વિરૂદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે જામનગર પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ જયેશ પટેલ અને તેના ૧૪ સાગરીતો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ અંગેની માહિતી એસપી દીપેન ભદ્રને આપી છે. જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયા અને ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ રેન્જ ડીઆઈજી સંદિપસિંઘે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં જણાવ્યું હતું કે, જયેશ પટેલ સિવાય તેના ૧૩ સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. સરકારના આદેશ બાદ જયેશ પટેલ અને તેની ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જયેશ પટેલ સિન્ડીકેટ બનાવી લોકોને હેરાન કરતો હતો. વેપારી અને બિલ્ડરને ધમકાવતો હતો. જયેશ પટેલ ઓર્ગેનાઈઝ કામ કરતો હતો. જયેશ પટેલ લોકો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. જામનગરના એસપી દીપેન ભદ્રનની ટીમે ૮ની ધરપકડ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here