ભૂદેવ સેવા સમિતિ દ્વારા જાન્યુઆરીમાં સંગઠન પર્વની ઉજવણી કરવા તૈયારીઓ

0
28
Share
Share

શહેરના ૧૮ વોર્ડના પ્રમુખ, ઉપપ્રમુખ તથા મહામંત્રીની બેઠક

રાજકોટ, તા.૨૯

બ્રહ્મ પરિવારો એક તાંતણે બંધાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધી સભ્યો નોધણી શરુ કરવામાં આવશે. જેની પેટા તળગોડના બ્રહ્મ પરિવારોએ તેમજ સમસ્ત બ્રહ્મસમાજના લોકોએ ખાસ નોંધ લેવા ભૂદેવ સેવા સમિતિ દ્વારા અપીલ કરાઈ છે.

વધુમાં તેજસ ત્રિવેદી જણાવે છે કે ’ભૂદેવ સેવા સમિતિ’ ના વોર્ડ વાઈઝ પ્રમુખો દ્વારા તેઓના વોર્ડમાં અલગ અલગ સમિતિ બનાવી ૩૧ જાન્યુઆરી સુધી વધુમાં વધુ બ્રહ્મ પરિવારોને સંગઠનમાં જોડાવાનું કાર્ય કરવામાં આવશે. અત્યાર સુધી ૧૮૦૦૦ થી વધુ સભ્યોની નોંધણી થઈ ગઈ છે અને બધાને સંસ્થા દ્વારા એક ઓળખપત્ર (આઈ.ડી. કાર્ડ) પણ આપવામાં આવ્યું છે. આગામી ૩૧ જાન્યુઆરી સુધી ૫૦૦૦ થી વધુ સભ્યો નોંધણી થાય તે માટે દરેક વોર્ડના પ્રમુખોની વિશેષ જવાબદારી માટે માઈક્રો પ્લાનીંગ કરવામાં આવ્યું છે. સમાજના ડોકટર્સ, શિક્ષક, વકિલ, એજીનીયર, કોર્પોરેટ કાર્યમાં સંકળાયેલ લોકોને વધુમાં જોડવામાં આવશે.

દર વર્ષની જેમ આગામી ૨૦૨૧ ના નવા વર્ષમાં પણ ભૂદેવ સેવા સમિતિ દ્વારા કાર્યક્રમોની હારમાળા સજર્વા યુવાનોની સમગ્ર ટીમ સજજ થઈ ગઈ છે.

વોર્ડવાઈઝ પ્રમુખ સર્વ વોર્ડ નં. (૧) પ્રમુખ- મનનભાઈ ત્રિવેદી, વોર્ડ નં. (૨) પ્રમુખ- ચિરાગભાઈ ઠાકર, વોર્ડ નં. (૩) પ્રમુખ પ્રેરકભાઈ રાવલ, વોર્ડ નં. (૪) પ્રમુખ-કુણાલભાઈ શીલુ, વોર્ડ નં.(૫) પ્રમુખ શીરીષભાઈ ઉપાધ્યાય, વોર્ડ નં. (૬) પ્રમુખ- સ્નેહલભાઈ જોષી, વોર્ડ નં. (૭) પ્રમુખ- રાજનભાઈ ત્રિવેદી, વોર્ડ નં. (૮) પ્રમુખ- પ્રશાંતભાઈ ઓઝા, વોર્ડ નં. (૯) પ્રમુખ -જીગ્નેશભાઈ ત્રિવેદી, વોર્ડ નં. (૧૦) પ્રમુખ જીગરભાઈ ત્રિવેદી, વોર્ડ નં. (૧૧) પ્રમુખ- અર્પણભાઈ જોષી, વોર્ડ નં. (૧૨) પ્રમુખ- સિધ્ધાર્થભાઈ દેસાઈ, વોર્ડ નં. (૧૩) પ્રમુખ મિતેશભાઈ જોષી, વોર્ડ નં. (૧૪) પ્રમુખ મેહુલભાઈ ભટ્ટ, વોર્ડ નં. (૧૫) પ્રમુખ- પ્રશાંતભાઈ વ્યાસ, વોર્ડ નં. (૧૬) પ્રમુખ-  વિમલભાઈ અધ્યારુ, વોર્ડ નં. (૧૭) પ્રમુખ- ચેતનભાઈ જોશી, તેમજ વોર્ડ નં.૧૮ના  પ્રમુખ તરીકે રાજનભાઈ દવેની નિમણુંક કરાઈ છે.

મીડીયા ઈન્ચાજર્  તરીકે  વિરાજભાઈ જોષી સેવા આપશે.સંગઠન પર્વની ઉજવણીને સફળ બનાવવા તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ નિરજ ભટ્ટ, વિશાલ ઉપાધ્યાય, માનવ વ્યાસ, યજ્ઞેશ ભટ્ટ, રુચિક ઉપાધ્યાય, વિશાલ ઠાકર, અજુર્ન શુકલ, દર્શન પંડયા, મોહિત વ્યાસ, ભરત દવે, જય પુરોહીત, મયુર વોરા, પુજન પંડયા, જયોતિન્દ્ર પંડયા, સંદિપ પંડયા, અશોક મહેતા, પરાગ મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here