ભૂજ : જેઆઇસીમાં રખાયેલા પાકિસ્તાની શખ્સનું કોરોનાથી મોત

0
21
Share
Share

ભૂજ તા. ર૦

અઢી વર્ષ પૂર્વે રાપરના રણ વિસ્તારમાંથી ભારતમાં વગર પાસ પરમીટે ગેરકાયદે ઘુસી આવતા પકડાઇ ગયેલા આશીફઅલી સાદીક અલીને ભુજની જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં રખાયો હતો. આશીફની તબીયત લથડતા તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં તેનો કોવીડ-૧૯ રિપોટર્ પોઝિટિવ આવ્યો હતો, બાદમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.

ભુજ બી-ડિવિઝન પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૩ દિવસ પૂર્વે ૬ નવેમ્બરના રોજ અટકાયતી તરીકે જેઆઈસીમાં રાખવામાં આવેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુઝફ્ફરનગર જિલ્લાના કાંતીયાર ગામના વતની ૫૦ વર્ષીય રીયાઝ ફિયાઝ બક્ષને શ્વાસની તકલીફ થયા બાદ મોતને ભેટયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here