ભુજ : શ્રમજીવી પરિવારની બહેનનાં ઘરમાં ચોરી કરતો મામાનો દિકરો

0
17
Share
Share

ચોરાઉ માલ વેચવા જતા શખ્સ ઝડપાયો

ભુજ, તા.૨૧

ભુજના શાંતિનગરના સમાવાસમાં શ્રમજીવી પરિવારના બંધ ઘરમાં તાળા તોડી ૮ હજારની રોકડ રકમ અને ૧૩ હજારના ચાંદીના બે તોડા મળી ૨૧ હજારની માલમત્તાની ચોરી કરનારા ચોરને ભુજ એ.ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો છે. ચોર બીજો કોઈ નહીં પણ ફરિયાદી મહિલાના સગા મામાનો દિકરો નીકળ્યો છે! ચોરીનો બનાવ ગત ૧૩મી નવેમ્બર સવારના ૯ થી લઈ ૧૪ નવેમ્બરના સવારે ૧૦ કલાકના અરસામાં બન્યો હતો.

અહીં રહેતી હમીદા હાસમ સમા સંબંધીના ઘેર લગ્નપ્રસંગ હોઈ સંતાનોને લઈ ઘરને તાળું મારી મોટા દિનારા ગઈ હતી. પતિ ડ્રાઈવર હોઈ વર્ધીમાં બહારગામ હતો. બીજા દિવસે ઘેર પરત ફરી ત્યારે ઘરનું તાળું તૂટલે હતુ અને ઘરમાં રાખેલી રોકડ રકમ અને ચાંદીના તોડા ચોરાઈ ગયા હતા. બનાવ અંગે જાણ થતા જ હમીદાનો ભાઈ મુસ્તાક ફૈઝમામદ સમા અને નજીકમાં રહેતા મામા-મામી દોડી આવ્યા હતા.

ચોરીના આ બનાવ અંગે ભુજ એ.ડીવીઝન એએસઆઈ કિશોરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ચાંદીના તોડા વેચવા સત્તાર મામદ સમા નામનો ૨૨ વર્ષનો યુવક હાલ સરપટનાકાથી કંસારા બજાર તરફ જઈ રહ્યો છે. પોલીસે તેને દબોચી લઈ અંગજડતી લેતા તેના ખિસ્સામાંથી ચોરીના તોડા અને ૫૨૦૦ રૂપિયા રોકડા મળી આવ્યા છે. પોલીસની પૂછતાછમાં સ્પષ્ટ થયુ છે કે, સત્તાર હમીદાના મામા મામદ આમદ સમાનો પુત્ર છે અને તેના ઘરની પાછળ જ રહે છે. પીઆઈ એમ.આર.બારોટે આરોપીને કોવિડ ટેસ્ટ માટે મોકલી આપવા તજવીજ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here