ભુજ-માંડવી હાઈવે પર આવતા ડુંગરોના પથ્થરો ઓઈલને પકડી રાખે છે

0
23
Share
Share

કચ્છ,તા.૧૯

ભારતનો સૌથી મોટો વિશાળ જિલ્લો કચ્છ સંશોધન માટે જાણીતો બની ગયો છે. કચ્છમાં હજારો વર્ષો જૂની સંસ્કૃતિ મળી રહી છે. તે વચ્ચે ખુશીના સમાચાર એ છે કે કચ્છના પેટાળમાં ગેસ અને ઓઈલનો જથ્થો ધરબાયેલો છે. વૈજ્ઞાનિકો અને સંશોધનકારીઓને કઠોર પરિશ્રમ બાદ આ સફળતા મળી છે. કચ્છમાંથી ગેસ અને ઓઈલના જથ્થાના વધુ સંશોધન માટે કચ્છ યુનિવર્સિટી ખાતે અગત્યની બેઠક યોજવામાં આવી હતી. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે ઓએનજીસી, પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, સોસાયટી ઓફ પેટ્રોલિયમ એન્જિનિર સહિતની પેટ્રોલિયમ સંસ્થા તેમજ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કચ્છમાં આ દિશામાં સંશોધન કરવામાં આવનાર છે. પીડીઈયુ ગાંધીનગરના ડાયરેક્ટર પ્રોફેસર રાકેશકુમાર વીજે જણાવ્યું કે, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટી દ્વારા એનર્જી સિક્યોરીટી ક્ષેત્રે આ મોટો પ્રયાસ કરવામાં આવ્યો છે. કચ્છમાં તેલનો ભંડાર છે. લગભગ ૩૦ વર્ષથી સંશોધન કરવામાં આવી રહ્યું છે, જેમાં સફળતા મળી છે.

હાલમાં અમદાવાદ, મહેસાણા, ખંભાત, અંકલેશ્વર સહિતના સ્થળે ઓએનજીસી દ્વારા તેલ અને ગેસનું પ્રોડક્શન કરવામાં આવે છે. હવે એ દિવસ દૂર નથી જ્યારે કચ્છમાં પણ પ્રોડક્શન શરૂ થઈ જશે. કચ્છમાં અત્યાર સુધીના સંશોધન માટે ઓએનજીસી દ્વારા ૪ હજાર કરોડનો ખર્ચ કરાયો છે. કચ્છ યુનિવર્સિટીના જીયોલોજીસ્ટ પાસે જ્ઞાનનો ભંડાર છે, જેથી કચ્છ યુનિવર્સિટીમાં સંશોધન અને રિસર્ચ માટે બેઠક યોજાઈ છે, જેમાં ઓએનજીસીના દહેરાદુન, વડોદરા અને મુંબઈથી પણ વૈજ્ઞાનિકો આવ્યા છે. કચ્છમાં તેલનો ભંડાર છે. ઓફશોર પ્લેટફોર્મ પર દરિયાના પેટાળમાં જીકે ર૮ અને જીકે ૪રમાં ઓઈલ-ગેસ મળ્યા છે. ગલ્ફ ઓફ કચ્છ નલિયા – જખૌના દરિયામાં આ કેન્દ્ર આવેલા છે. ઓએનજીસી દ્વારા આ મુદ્દે સરકારમાં જાણ કરાઈ હતી,

જેથી પ્રોડક્શનની મંજૂરી મળી છે. દરિયાના પાણીમાં પ્લેટફોર્મ લગાવી અંદરથી ગેસ અને ઓઈલ મેળવાશે, જે માટે અંદાજીત ૩૬ મહિના જેટલો સમય લાગી જશે, જેથી ર૦ર૪માં કચ્છમાં ઓઈલ અને ગેસનું ઉત્પાદન શરૂ થશે. આ સાથે રોજગારીની તકો ઉભી થશે તેમજ આગામી પ થી ૬ વર્ષમાં ૧૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ ઓએનજીસી દ્વારા કરાશે. ઓફશોર પ્લેટફોર્મ પર નખત્રાણા પાસે એક બ્લોકમાં સર્વે શરૂ કરાયું છે. દેશમાં હાલની સ્થિતિએ ૬ ટકા એનર્જીમાં ગેસનો રોલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે, ર૦૩૦માં ૧પ ટકાથી વધુ હોવું જોઈએ. આ કથન સાર્થક કરવામાં કચ્છ સહભાગી બનશે. ર૦ર૪થી શરૂ થનારા ઉત્પાદનમાં કચ્છમાંથી ૭ મિલિયન ક્યુબિક મીટર ગેસનો જથ્થો મળે તેવી અપેક્ષા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here