ભુજ : મહિલાના મૃતદેહના બનાવમાં હત્યાનો ગુન્હો નોંધાયો

0
18
Share
Share

તિક્ષ્ણ હથીયારના ઘા થી બનાવને અંજામ આપ્યો : શકમંદની અટક

ભુજ તા. ૧

ભુજ તાલુકાના સુખપર ગામે બેડરુમમાં ગળુ કપાયેલી લોહીમાં લથપથ હાલતમાં ૩પ વર્ષિય પરિણીતાની હત્યાથી ઘેરુ રહસ્ય સર્જાયુ છે. આ બનાવે પટેલપટ્ટીના ગામોમાં ભારે એવી ચકચાર મચાવી છે. સુખપર ગામે જુનાવાસમાં ગળુ કપાયેલી હાલતમાં વિજયાબેન પ્રવિણભાઇ ભુડીયા નામની મહિલાની હત્યા થઇ છે કે પછી આત્મહત્યા તે સ્પષ્ટ થયુ નથી. વિજયાબેન બેડરુમમાં ઉંધી હાલતમાં પડેલી હતી. પુત્રી અર્પિતાએ જોતાં આસપાસ લોહી ભરાયેલુ પડયુ હતુ. પુત્રીએ તરત જ તેના પિતા પ્રવિણભાઈને ફોન કરી જાણ કરતા પિતા તત્કાલ ખારી નદી ખાતેની સાઈટ ઘરે દોડી આવ્યાં હતા. પત્નીને લઈને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જો કે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી પીએમ કરાવતા ઇજા નિશાનથી મોત થયાનું ખુલતા માનકુવા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધી સ્ટાફે એક શકદારની અટકાયત કરી છે. વિજયાબેનના પતિ કામધંધાર્થે બહાર ગયા હતા. આ બનાવ સમયે હતભાગી વિજયાબેનના માતા અને બહેનો ઘરની બહાર જ બેઠા હતા. પુત્રી પણ ઘરમાં હાજર હતી. તેવામાં આ ઘટના ઘટતા ભારે એવુ રહસ્ય સર્જાયુ છે. પરિવારજનોએ આપઘાતની શકયતા વ્યકત કરી છે જો કે પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here