ભુજ : પ્રેમીએ દગો દેતા યુવતિએ દુષ્કર્મની નોંધાવી ફરીયાદ

0
18
Share
Share

ફેસબુક માઘ્યમથી વિધર્મી સાથે સંપર્કમાં આવ્યા બાદ પ્રેમીએ પોત પ્રકાશ્યું

ભુજ, તા.૨૨

ભુજ એ.ડીવીઝન પોલીસ મથકમાં ગાંધીધામના ભારતનગરની ૨૦ વર્ષિય યુવતીએ અંજારના આસિફ લોઢીયા નામના યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે પાંચેક વર્ષ અગાઉ તે ફેસબુકના માઘ્યમથી આસિફ લોઢિયા નામના યુવકના કોન્ટેકટમાં આવેલી. આસિફે ફેસબુકમાં તેનુ નામ રચિત ઠક્કર રાખ્યું હતુ.

બંને વચ્ચે પરિચય વધતા આસિફે પ્રેમિકા સમક્ષ પોતે પરિણીત હોવાનુ અને બે સંતાનનો પિતા હોવાનુ જણાવી પોતાના અસલી નામ અને ધર્મ વિશે જણાવી દીધું હતુ. આસિફે પોતાની અસલિયત કબુલી લીધા બાદ પણ યુવતી તેને પ્રેમ કરતી રહી હતી. ભુજ એ.ડીવીઝન પીઆઈ એમ.આર.બારોટના જણાવ્યા મુજબ આસિફે પણ યુવતીને તલાક લઈ પોતે તેની સાથે લગ્ન કરશે તેવા વચનો આપ્યા હતા. નવેક દિવસ અગાઉ યુવતી આસિફ જોડે ભુજમાં ભાડાની ઓરડીમાં રહેવા આવી હતી. પરંતુ ગઈકાલે સાંજે આસિફ યુવતીને હું સામાન લઈને આવું છું તેમ કહી જતો રહ્યો હતો. અસિફે પોતાને દગો દીધો હોવાનુ સ્પષ્ટ થતા યુવતીએ તેની વિરૂઘ્ધ ભુજ એ.ડીવીઝન પોલીસ મથકે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here