ભુજ : પવનચકકીનાં ગોદામમાંથી કેબલ ચોરી કરતાં ૪ શખ્સો ઝડપાયા

0
25
Share
Share

ભુજ તા. ૨૩

પશ્ચિમના નખત્રાણા પંથકમાં પવનચકકી કંપનીઓના કેબલ ચોરી કરતી ગેંગના ચાર વ્યકિતઓને પશ્ચિમ કચ્છ એલસીબીએ પકડી પાડયા હતા. નખત્રાણા પોલીસ મથકે નોંધાયેલા બે ગુનાઓનો ભેદ ઉકેલીને પોલીસે રુપિયા ૨ લાખ ૨૨ હજાર ૮૩૫ના મુદામાલ સાથેે ૪ આરોપીઓને દબોચી લીધા હતા.

એલસીબીની ટીમ વણઉકેલ્યા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નખત્રાણાના કોટા (જડોદર) નજીક મોટી વિરાણી તરફ જતા ૪ શખ્સોને દબોચી લેવામા આવ્યા હતા.

આરોપીઓની યુકિત પ્રયુકિતથી પુછતાછ કરતા વ્યકિતઓએ અમારા ગામની સીમમાં પવનચકકી ખાતેથી કેબલની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે પકડેલા આરોપી અબ્દુલલ કાદર ઉર્ફે વલીમામદ અલાના મોલાના મુતવા, મહંમદ હનીફ ઉર્ફે વીરા જુસબ સુમાર નોતિયાર, હસન આચાર ભટ્ટી, સલીમ બબા સરકીનો સમાવેશ થાય છે. આરોપીઓના કબજામાંથી ૯ હજાર ૫૩૫નો કેબલ ૧૦ હજાર ૫૦૦ના ૩ મોબાઇલ તેમજ ર લાખની સ્વીફટ કાર મળીને કુલ ર લાખ ૨૨ હજાર ૮૩૫નો મુદામાલ જપ્ત કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here