ભુજ : નોકરીની લાલચ આપી હોસ્પિટલનાં સિક્યુરીટી ગાર્ડે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

0
22
Share
Share

ભુજ, તા.૨૬

મુળ મુન્દ્રાની પરિણીતા યુવતી નોકરી માટે ભુજની સરકારી હોસ્પિટલમાં ધક્કા ખાતી હતી તે સમયે સિક્યુરીટી ગાર્ડ લખપ્રીતસિંગ સરદારે આ યુવતી સાથે સંબંધ કેળવી નોકરીની લાલચ આપી હતી પછી યુવતીના નંબર મેળવી તેની સાથે ફોન પર વાત પણ કરી હતી. દરમિયાન યુવતીએ પોતાના ઉપર ૨૦ હજારનુ દેવું થઈ ગયું હોવાનુ જણાવી નોકરી માટે ફરી જણાવ્યું હતુ. એટલે આરોપીએ તેણીને એકલી પોતાને ઘેર માધાપર બોલાવી હતી.

માધાપરમાં હરિઓમ નગરમાં લખપ્રીતસિંગ સરદારના ઘરે તે યુવતી ગઈ હતી ત્યારે ઘેર કોઈ નહોતુ ત્યારે લખપ્રીતસિંગે તે યુવતી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતુ. આ બનાવ અંગે યુવતીએ પતિને જાણ કરતા પતિ અને પત્નિ બન્ને ભુજ બી.ડીવીઝન પોલીસમાં પહોંચ્યા હતા અને ફરીયાદ નોંધાવી હતી. આ બનાવ બાદ આરોપી નાસી છૂટ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here