ભુજ : નવનિર્મિત બસ સ્ટેન્ડની સાઈટ પર પટકાતા શ્રમિકનું મોત

0
20
Share
Share

ભુજ, તા.૧૬

ભુજના નવા બનતા બસ સ્ટેશનનાં બાંધકામમાં કડીયાનુ કામ કરતા નારાણપર ગામના હિરજીભાઈ જેઠાલાલ વેકરીયા (ઉ.વ.૪૨)નામનો પ્રૌઢ બુધવારે બપોરે સાઈટ પર કામ કરતી વખતે ઉપરના માળેથી નીચે પટકાતા તેને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જેનુ સારવાર દરમિયાન બુધવારે મોડી રાત્રે મૃત્યુ થયુ હતુ. એ.ડીવીઝન પોલીસે બનાવની નોંધ લઈ કાર્યવાહી કરી હતી.

આદિપુરમાં જુગાર રમતી ૧૬ મહિલાઓ ઝડપાય

આદિપુરમાં ૧૬ મહિલા જુગાર રમતા ૧૬ હજાર રોકડ સાથે તો ગાંધીધામના ગણેશનગર રોડ ઉપર આંક ફેરનો જુગાર રમાડી રહેલો શખ્સ ૪ હજારના મુદામાલ સાથે પકડાયો હતો.

આદિપુરની ચારવાળી ઝુંપડપટ્ટીમાં ભગવાનજી શિવજીભાઈ આહિરના મકાન સામે ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા પ્રમિલાબેન રમેશભાઈ પ્રજાપતિ, હેમીબેન શામજીભાઈ માતા, બધીબેન ભગુભાઈ ઢીલા, જેનાબેન રમજુભાઈ મલેક, ડાહીબેન ભગુભાઈ ઢીલા, ફુલીબેન ભુરાભાઈ વરચંદ, સોનુબેન રામભાઈ ચારણ, મેઘીબેન કાયાભાઈ વરચંદ, માનાબેન સુમારભાઈ કોડેચા, લીલાબેન છગનભાઈ સુથાર, હર્ષિદાબેન સુનિલભાઈ ઠક્કર, કંકુબેન જીવાભાઈ આહિર, ગીતાબેન વિજયભાઈ આહિર, કંકુબેન દિપકભાઈ આહિર અને ગીતાબેન કાયાભાઈ આહીરને રૂા.૧૫,૯૮૦ રોકડ રકમ સાથે આદિપુર પોલીસે પકડી લીધા હતા.

ગાંધીધામ બી-ડીવીઝન પોલીસે ગત સાંજે ગણેશનગર રોડ ઉપર આવેલી રવિ ફૂટવેર પાસે આંક ફેરનો જુગાર રમી અને રમાડી રહેલા રમેશ જગદિશભાઈ જનશાહીને રૂા.૩૩૦૦ રોકડા અને રૂા.૧૦૦૦ ની કિંમતના મોબાઈલ સહિત કુલ રૂા.૪૩૦૦ ના મુદામાલ સાથે પકડી લઈ તેના વિરૂઘ્ધ ગુનો નોંઘ્યો હતો.

અંજાર : ચાંદ્રોડા ગામેથી ૫૨ હજારનો કેબલ ચોરાયો

અંજાર તાલુકાના ચાંદ્રોડા ગામની સીમમાં આવેલા ખુલ્લા કમ્પાઉન્ડમાંથી ૫૨ હજારનો કેબલ ચોરાતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી ખુશી એન્ટરપ્રાઈઝના સુપરવાઈઝર અશોકભાઈ નારણભાઈ ચંદેની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ચાંદ્રોડા ગામની સીમમાં તેની કંપનીનુ કામ ચાલતુ હોવાથી પેટ્રોલપંપ પાસેના ખુલ્લા કમ્પાઉન્ડમાં  સરસામાન રાખવામાં આવ્યો હતો. જેમાંથી તા.૧૨/૧૦ ના રૂા.૩૯,૦૦૦ નો આશરે ૨૫૫ મીટર જેટલો ૪ કોર ૨.૫ કેબલ વાયર તથા રૂા.૧૩,૦૦૦ નો ૧૦૦ મીટર જેટલો ૨ કોર ૧.૫ કેબલ વાયર કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો. જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here