ભુજ : ચાઇના કલેની ચોરીમાં બે શખ્સોની અટક

0
27
Share
Share

ભુજ તા. ૨૩

ભુજ તાલુકાના નાડાપા સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે જમીનમાથી ચાઇના કલેની ચોરી થતી હોવાની બાતમીના આધારે પધ્ધર પોલીસની ટીમે દરોડો પાડીને બે હીટાચી મશીન, ચાર ડમ્પર સાથે માધપર અને ચોબારીના બે ખનીજ માફિયાઓની અટકાયત કરી ખાણ ખનીજ વિભાગને સોંપ્યા હતા. પધ્ધર મથકના પોલીસ સબ ઇન્સપેકટર એસ.આર. જાડેજાને બાતમી મળી હતી કે નાળાપાની ટીમમાં વ્રજભુમિ મીનરલ્સની બાજુમાં રણછોડ રાણા ડાંગર રહે માધાપરવાળો નાળાપાની સીમમાં જમીનમાંથી ગેરકાયદે ખોદકામ કરીને ચાઇના કલેની ચોરી કરે છે. માહિતી મુજબ પોલીસ ટુકડીએ દરોડો પાડીને સ્થળ પરથી ચાઇના કલે ભરેલા ચાર ડમ્પર, બે હીટાચી મશીન સહિત ૬ વાહનો કબ્જે કર્યા હતા. સ્થાનિક પર ખાણ ખનીજની ટીમને બોલાવી તપાસ દરમિયાન માધાપરના રણછોડભાઇ રાણાભાઇ ડાંગર તથા ચોબારીના દેવરાજભાઇ ભીમાભાઇ વરચંદ પોતાના અંગત ફાયદા સારૂ ખનીજની ચોરી કરતા હોવાનું સામે આવતા બંને વિરૂધ આગળની કાર્યવાહી કરવા માટે મુદામાલ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here