ભુજ : ખીસ્સામાંથી મોબાઈલ સેરવતી ટોળકી ઝડપાઈ

0
34
Share
Share

બે મહિલા એક સગીર સહિત પાંચને ૧.૬૯ લાખનાં મુદામાલ સાથે ઝડપી લેતી પોલીસ

ભુજ, તા.૨૧

ભુજમાં આવી ખીસ્સામાંથી મોબાઈલ સેરવી લેતી રાજકોટની ટોળકીના બે સભ્યને ભુજ એ.ડીવીઝન પોલીસે ઝડપી પાડી બંનેની પૂછતાછ બાદ બે મહિલા સહિત પાંચ સભ્યોની ધરપકડ કરી ૭ હજારના ૬ મોબાઈલ તેમજ કાર અને રોકડ કુલ ૧.૬૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

વાણીયાવાડ ભોજક શેરી નજીક બે દિવસ પૂર્વે રાહદારી સાથે અથડાઈ ૧૫ હજારની કિંમતનાં બે મોબાઈલો સેરવી લેવાની ઘટનામાં એ.ડીવીઝન પોલીસે રાજકોટની તસ્કર ગેંગના સવજી લાભુ મકવાણા અને રાહુલ ઉર્ફે પેપડી મનોજભાઈ વાઘેલા નામના બે શખ્સને ઝડપી લીધા હતા. બંનેની પૂછતાછ દરમિયાન તેઓ સાત લોકોની ટીમ હોવાનુ અને સફેદ કારમાં ભૂજ આવ્યા હતા બાદમાં તમામ ભુજમાં ભીડભાડ પાડી લોકોની નજર ચૂકવીને ખીસ્સામાંથી મોબાઈલ સેરવી લેતા હોવાનુ જણાવ્યું હતુ. ભુજ એ.ડીવીઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરતા આર.ટી.ઓ. નજીક સફેદ કલરની ઈકો કાર મળી હતી. પોલીસે કાર ચાલક અયુબ જુસબ સોઢા, મહેશ સુરેશ મકવાણા અને કુંદનબેન રાહુલ પેપડી વાઘેલા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક છોકરો અને છોકરી એમ પાંચ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here