ભુજ : ખાવડામાં પોલીસ પર ખનીજ માફીયાઓનો હુમલો, ૩ ને ઈજા

0
9
Share
Share

ભુજ, તા.૨૯

ખાવડાના જૂણા દેઢિયા ગામ નજીક પોલીસ પાર્ટી પર ઘાતક હુમલો થયાના અહેવાલો છે. આ વિસ્તારમાં ચાલતી ખનિજચોરી સંદર્ભે રેડ કરવા ગયેલી પોલીસ પાર્ટી પર હુમલો થયાના અહેવાલ છે. જેમાં ત્રણ જણાને માથામાં ઈજા થઈ હોવાના બીનસત્તાવાર અહેવાલો છે. બનાવ સંદર્ભે ભુજ ડીવાયએસપી સહિતનો કાફલો ખાવડા રવાના થયો છે.

ખાવડા પોલીસે હુમલો થયો હોવાનુ અને કેટલાક જવાનોને ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લવાયા હોવાનુ જણાવ્યું છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here