ભુજ : કુકમા ગામે જીવંત વાયર પડતાં બાળકીનું મોત

0
27
Share
Share

ભુજ તા. ૨૩

ભુજ તાલુકાના કુકમા ગામે રહેતી ૮ વર્ષની બાળકીના હાથ પર પાણીની મોટરમાં લાગેલો જીવતો વાયર પડતા કરંટની અસર તળે હોસ્પિટલમા ખસેડાઇ હતી જયાં તબીબે મૃત જાહેર કરતાં પોલીસે તપાસ ચલાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ કુકમા ગામે તળાવ પાછળ રહેતી ૮ વર્ષની નસરીન સુલેમાન બાફણ નામની બાળકી સોમવારે સાંજે પોતાના ઘરમાં હતી ત્યારે ઘરની અંદર પાણીની મોટરમાં વાયર પીન લાગેલી હતી. ત્યારે અચાનક તેની બાજુમાં કુતરો પાર થતાં વાયર નીકળી ગયો હતો અને નસરીનના હાથ પર પડતાં તેને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેમના પિતા સુલેમાન સુમાર બાફણે તાત્કાલિક ભુજની ન્યુ લાઇફ ચિલ્ડ્રન હોસ્પિટલમા સારવાર માટે ખસેડી હતી. જયાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરતા પધ્ધર પોલીસે હતભાગી બાળકીના પીએમ માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં કાર્યવાહી કરી પધ્ધર પોલીસ મથકના આઇએસઆઇ પ્રવિણ ભાઇ ટી. વાણીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here