ભુજ : એટીએમમાંથી લુંટનો પ્રયાસ કરનાર શખ્સની ધરપકડ

0
31
Share
Share

ભુજ, તા.૨૪

બે દિવસ પહેલા ભુજના સંસ્કારનગરમાં એલઆઈસી ઓફીસ નજીક એચડીએફસી બેંકના એટીમમાં લુંટનો પ્રયાસ કરવાના બનાવમાં એલસીબીએ ભુજની અગ્રણી ટ્રાવેલ્સ પેઢીના સંચાલકની ધરપકડ કરી છે. ભુજમાં હેમલ ટ્રાવેલ્સ સહિત વિવિધ સાત જેટલી ટ્રાવેલ્સ પેઢીઓ ધરાવતા ૪૪ વર્ષિય કલ્પેશ દેવેન્દ્રભાઈ માણેક રહે.સરકારી નર્સરીની બાજુમાં, સરકારી વસાહત, તાલુકા પંચાયત પાસે, ભુજની એલસીબીએ જી.કે.જનરલ હોસ્પિટલમાંથી ધરપકડ કરી છે.

૨૨મી જુનની મધરાત્રે દોઢ વાગ્યાના અરસામાં એટીએમમાં લુંટનો પ્રયાસ થયો હતો. બુકાનીધારી બે આરોપી પૈકી એક આરોપીએ એટીએમમાં ઘુસીને એટીએમના કેસ બોકસનુ લોક તોડવાના ઈરાદે દેશી બંદુકથી ફાયરીંગ કર્યુ હતુ. જો કે તે સાથે જ એટીએમની સાયરન વાગી ઉઠતા બેઉ આરોપી નાસી છુટયા હતા. ઘટના સંદર્ભે ભુજી એ.ડીવીઝન પોલીસ અને એલસીબીએ ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.

શહેરમાં ચોતરફ ગોઠવાયેલા નેત્રમ કમાન્ડના સીસીટીવી ફુટેજની સઘન તપાસ કરાઈ હતી. દરમિયાન આ બનાવનો સુત્રધાર કલ્પેશ માણેક જી.કે.જનરલ હોસ્પિટલમાં હોવાની માહિતી મળતા પોલીસે તેને પકડી કડક પુછતાછ કરતા તેણે પોતાનો ગુનો કબુલી લીધો છે. ગુનામાં તેની સાથે ક્લિનર તરીકે કામ કરતો ઈમામ સમા નામનો શખ્સ સામેલ હોવાનુ કલ્પેશ કબુલ્યું છે. પોલીસે બંદુક રીકવર નથી કરી દેશી બંદુક તે કયાંથી લાવ્યો હતો તે અંગે કલ્પેશની સઘન પુછપરછમાં વિગતો સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે ફાયર થવાના લીધે એમટીએમનો ડિસ્પ્લે અને ડ્રોઅર તુટી જતા ૧ લાખનુ નુકસાન થયુ હતુ. ઉલ્લેખનીય છે કે બનાવ બાદ કલ્પેશે એ જ રાત્રે સાડા ૧૧ કલાકે ફીનાઈલ અને ઉંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. આ અંગે જાણ થતા નજીકમાં રહેતો તેનો ભાણેજ ચિંતન કલ્પેશને જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યો હતો. પોલીસની પ્રાથમીક પુછતાછમાં કલ્પેશે પોતાના પર મોટું દેવું થઈ ગયુ હોઈ આ કૃત્ય આચર્યુ હોવાની કેફિયત આપી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here