ભુજમાં દુષ્કર્મના આરોપી, પીડીતા અને બીએસએફના જવાન સહીત ૭ ને પોઝીટીવ

0
40
Share
Share

ભુજ, તા.૨૪

કચ્છમાં વધુ એકવાર કોરોનાના એક સાથે ૭ પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં બીએસએફના જવાન, સુરતથી આવેલા રેલડી ગામના માતા-પુત્ર, દુષ્કર્મની ફરીયાદ નોંધાવનાર પીડીતા અને આરોપી તેમજ અંજારના યુવાન, રાપરના આઘેડ અંતરજાળનો યુવક સહિત ૭ લોકોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવનાર પીડીતા અને આરોપીના સંપર્કમાં આવેલા પોલીસમેન સહિતને કોરોન્ટાઈન કરવાની કામગીરી ચાલી રહી છે. કચ્છમાં કુલ આંકડો ૧૨૬ પર પહોચ્યો છે અત્યાર સુધીમાં ૭ દર્દીના મોત થયા છે. ૯૩ દર્દીઓને ડીસ્ચાજર્ કરવામાં આવ્યા છે હાલ ૨૫ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here