ભુજના ફોજદાર અને કોન્સ્ટેબલ ૧પ હજારની લાંચ લેતા ઝડપાયા

0
24
Share
Share

ચેપ્ટર કેસમાં લાંચ સ્વિકારતા રક્ષક રંગે હાથે એ.સી.બી.ના સકંજામાં સપડાયા : હોમગાર્ડના બે જવાનની સંડોવણીની આશંકા

રાજકોટ, તા.૧૨

અમદાવાદ રેન્જના કોન્સ્ટેબલ રૂા.૫૦ લાખની લાંચની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર મચાવ્યાની ઘટના સમી નથી ત્યાં ભુજના ફોજદાર અને કોન્સ્ટેબલ રૂા.૧૫ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેતા કચ્છ પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે.

વધુ વિગત મુજબ ભુજ શહેરમાં જાહેરમાં સુલેહ-શાંતિના ભંગનો ચેપ્ટર કેસના આરોપીની ધરપકડ કરી અને સવલતો આપવા અને માર નહી મારવાના બદલામાં આરોપી પાસે રૂા.૧૫ હજારની લાંચ માંગતા જે લાંચ આરોપી આપવા ન માંગતો હોવાથી તેણે લાંચ રૂશ્વત શાખાનો સંપર્ક કરતા છટકુ ગોઠવ્યુ હતુ.

એસીબીના સ્ટાફ દ્વારા ગોઠવાયેલા છટકામાં ભુજ બી.ડીવીઝન પોલીસ મથકના એન.એસ.ગોહીલ અને તેના રાઈટર રૂા.૧૫ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. તેમજ લાંચના કેસમાં બે હોમગાર્ડની સંડોવણી હોવાની ચર્ચાતા એલસીબી શાખા દ્વારા હોમગાર્ડના બન્ને જવાનોની ભૂમિકાની તપાસ ચાલુ હોવાનુ બહાર આવ્યું છે. આ બનાવથી કચ્છ પોલીસ બેડામાં સન્નાટો મચી જવા પામ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here