ભુજઃ સસ્તાસોનાની લાલચમાં છેતપીંડી આચરતો ફરાર શખ્સ ઝડપાયો

0
14
Share
Share

ભુજ, તા.૨

ગાંધીધામ ગત ૭થી ૧૭ સપ્ટેબર ૨૦૧૯ દરમિયાન મુંબઇના જૈન સોના ચાંદીના વેપારીને સસ્તુ સોનું આપવાની લાલચમાં ભોળવીને ભુજની ચીટર ટોળક્ીએ ૧૫ લાખ ૩૦ હજારની ખંખેરી લીધા હતા. આ ક્ેસમાં છેલ્લા એક્ વર્ષથી નાસતા ફરતા ભુજના ચીટરને પશ્ચિમ ક્ચ્છ પેરોલ ફર્લો સ્વોડની ટીમે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ જેતે વખતે મુંબઇના વેપારી નિલેય રમણીલાલ જૈને ભુજ એ ડિવિઝન પોલીસ મથક્માં સમીર, જીગ્નેશ પટેલ, આમીર, મહેબુબ, ત્રણ અજાણ્યા અને હાજી સરફ નામના શખ્સો વિરૂધ છેતરપીંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ક્સ્ટમ ડ્યુટી વગર સોનું આવતું હોવાની અને હાલમાં ચાલતા ભાવ ક્રતા સસ્તા ભાવે સોનુઋ આપવાની લાલચ આપીને ભુજ બોલાવી ફરિયાદીને વિશ્વાસમાં લઇ ૧૫,૩૦,૦૦૦ રૂપિયા પડાવી લઇ સોનું ક્ે રૂપિયા પરત ન આપી ગુનો ર્ક્યો હતો.આ ક્ેસમાં છેલ્લા એક્ વર્ષથી પોલીસ પક્ડથી દુર નાસતા ફરતા આરોપી મહેબુબ ઉર્ફે મામદ સીધીક્ ફક્ીર સોઢા મુળ લખપત તાલુકના ખરોડા ગામનો હાલ ભુજના એરપોટર્ રોડ સેવનસ્કય સામે માલધારીનગરમાં રહેતા આરોપીને હોટલ સેવન સ્કય પાસેથી પેરોલ પેરોલ ફર્લો સ્કેડના હેડ કેન્સ્ટેબલ રઘુવિરસિંહ ઉદુભા જાડેજા અને દિનેશભાઇ ખીમક્રણભાઇ ગઢવીએ બાતમીના આધારે દબોચી લીધો હતો. આરોપીને આગળની કર્યવાહી માટે ભુજ એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતાં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here