ભુજઃ વિદેશી દારૂની ૭૨ બોટલ દારૂ બિયર સાથે વેપારી શખ્સ ઝડપાયા

0
22
Share
Share

ભુજ, તા.૧૮

ભુજ શહેરના વાણિયાવાડ સ્થિત રાજ ગુલાબ કેમ્પલેક્ષમાં આવેલા કગળના ગોડાઉનમાં દારૂનો વેપલો થતો હોવાની બાતમીના પગલે પોલીસે છાપો મારીને વેપારીને વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો અને બીયર ટીન મળી ક્ુલ રૂપિયા ૪૩,૩૫૦નો શરાબનો જથ્થો અને એક્ મોબાઇલ તેમજ રોક્ડ રૂપિયા સહિત ૪૯,૩૫૦ના મુદામાલ સાથે દબોચી લીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ એ ડિવિઝન પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમી મુજબ વાણિયાવાડ ખાતે રાજ ગુલાબ કેમ્પલેક્ષમાં મકન નંબર ૨૦૧માં આવેલા પ્રિન્ટીંગના કગળના ગોડાઉનમાં દરોડો પાડીને વેપારી પ્રકસ મહેન્દ્રભાઇ ફુરીયા (શાહ) રહે મકન નંબર-૨૭, નવનીતનગર ભુજ મુન્દ્રા રોડવાળા પોતાના કગળના ગોડાઉનમાં વેચાણ અર્થે દારૂનો જથ્થો રાખી ઝડપાઇ જતાં પોલીસે તેના ક્બજામાંથી વિવિધ બ્રાન્ડની દારૂની ૭૧ બોટલ તેમજ ૪ બીયરના ટીન અને એક્ મોબાઇલ તથા રોક્ડ રૂપિયા સહિત ૪૯,૩૫૦નો મુદામાલ ક્બજે ક્રી આરોપી વિરૂધ ગુનો નોંધ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને વેપારી ક્ેટલા સમયથી દારૂનો વેપાર ક્રે છે અને તેની સાથે ક્ેટલા લોકે સંડોવાયેલા છે તે સહિતની તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here