ભુજઃ માધાપર માંથી ૯૦ હજારનાં વિદેશી દારૂ સાથે પોલીસ પુત્ર ઝબ્બે

0
15
Share
Share

ભુજ, તા.૧૬

માધાપરમાં એલસીબીએ મંગળવારે પરોઢે બાબતીના આધારે ભુજના નામચીન બુટલેગર એવા પોલીસ પુત્રને ૯૦ હજારના દારુના જથ્થા સાથે ઝડપી લીધો હતો. દારુની બોટલો આપનાર અંજારના શખ્સનું નામ ખુલ્યું હતું. પોલીસે મુદામાલ સાથે આરોપીને બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ભુજની જુની રાવલવાડીમાં રહેતા પોલીસ પુત્ર ભગીરથસિંહ ઉર્ફે કુલદીપસિંહ લખપતસિંહ ઝાલાને કારમાં ૨૪૦ વિદેશી શરાબની બોટલનો જથ્થો લઇ જતાં વર્ધમાનનગરથી માધાપર અંદરના રસ્તા પરથી દબોચી લીધો હતો. તેના કબજામાંથી ૯૦ હજારની કિંમતના દારુ અને એક લાખની કાર તેમજ પાંચ હજારનો મોબાઇલ સહિતનો મુદામાલ કબજે કરી આરોપીની પુછતાછ કરતાં આ દારુનો જથ્થો અંજારના એકતાનગરના શેખ ફળિયામાં રહેતા જાફરશા મામદશા શેખ પાસેથી લાવ્યો હોવાનું જણાવતાં આરોપી પોલીસ પુત્રને મુદામાલ સાથે બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપી બન્ને આરોપી વિરુધ ગુનો નોંધાવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here