ભુજઃ માધાપર ગામે રૂા.૧.૭૬ લાખનાં આભુષણો ઘરમાંથી ચોરી જતો કપાતર પુત્ર

0
13
Share
Share

હનુમાનજીનાં મંદિરમાંથી આભુષણોની ચોરી

ભુજ, તા.૨૪

ભુજના માધાપરના  નવાવાસમાં શ્રધ્ધા સોસાયટીમાં રહેતા વિજ્યાબેન આહીરએ પોતાના ઘરમાંથી  ૧.૭૬ લાખના આભુષણોની ચોરી થઈ હોવાની ફરીયાદ નોંધાવી હતી. દરમ્યાન પોલીસ તપાસમાં પોતાના ઘરમાંથી પુત્ર વિજય નરસિંહ આહીરએ જ પોતાના ઘરમાંથી આભુષણોની ચોરી ક્રી હોવાની વિગતો બહાર આવી હતી.

આ બનાવની વધુ મળતી વિગતો મુજબ પુત્રએ જન્મદિવસ માટે રર૦૦ રૂપિયા માંગ્યા હતા. જ્યારે માતા વિજ્યાબેન પાસે ઓછા નાણાં હોઈ ૧ર૦૦ રૂપિયા જ આપતા પુત્રએ પોતાના ઘરમાં હાથફેરો ક્રી આભુષણોની ચોરી ક્રી હતી અને એક્ટીવા લઈ નાસી ગયો હતો. ભુજ બી ડીવીઝન પોલીસે ચોરી અંગેનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here