ભુજઃ ખેડૂત પાસેથી રૂા.૧૨ હજારની લાંચ લેતા બાગાયત અધિકારી ઝડપાયો

0
20
Share
Share

ભુજ, તા.૨૪

ભુજમાં ક્ૃષી અને સહકર વિભાગ ક્ચેરીમાં બાગાયતી પાક્ અંતર્ગત ૨.૪૦ લાખ મંજુર થયા હતા જે પેટે ૧,૮૦,૦૦૦નો પ્રથમ હપ્તો ચુક્વવાની અવેજીમાં ૧૨ હજારની લાંચ લેતાં ભુજ તાલુક બાગાયતી અધિકરીને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ માંડવી તાલુકના ગોધરાના ખેડૂત અને ભુજના ક્ેરા ખેતી ક્રતા ફરિયાદીને સરકરી ધારાધોરણ મૂજબ તેઓને બાગાયતી ખેતીના વિકસ માટે આર્થિક્ સહાય માટે સરકર તરફથી ૨,૪૦ લાખની સહાય મંજુર થઇ હોઇ અને તે સહાયનો પ્રથમ હપ્તો ૧ લાખ ૮૦ હજાર  અને બીજો હપ્તો ૬૦ હજાર મંજુર થયો હતો.

પ્રથમ હપતાની રક્મની ચૂક્વણી ક્રવા બદલ અને બીજા હપ્તાની ચૂક્વણી ક્રવા માટે ભુજ તાલુક બાગાયતી અધિકરી હર્ષદ રતિલાલ ક્ણજારીયાએ ફરિયાદી ખેડૂત પાસે ૧૨ હજાર રૂપિયાની લાંચ માંગી હતી.જે બાબતે ભુજ એસીબી ખાતે ફરિયાદ ક્રતા જે ફરિયાદ આધારે ભુજ એસીબીના પીઆઈ એમ.જે.ચૌધરીએ છટક્ું ગોઠવ્યું હતું. જેમાં ભુજ બહુમાળીની બહાર આવેલા આઇસીઆઇ બેકન્ના એટીએમ પાસેથી આરોપી અધિક્રી હર્ષદભાઈ રતિલાલ ક્ણજારીયા ફરિયાદી ખેડૂત પાસેથી લાંચની રક્મ સ્વિકરતાં રંગે હાથે પક્ડાઇ ગયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here