ભુજઃ કોરોનાગ્રસ્ત દર્દીના ઘરમાંથી પરિવારને નિંદ્રાધીન રાખી ૮૦ હજારની ચોરી

0
25
Share
Share

ભુજ, તા.૨૪

ભુજના રાવલવાડી રિલોક્શન સાઇટના રઘુવંશી નગરમાં કેરોનાના એક્ દર્દીના ઘરમાંથી હરામખોરો ૮૦ હજારના દર-દાગીનાની ચોરી ક્રી ગયા હતા. રઘુવંશીનગરમાં રહેતા દિપેશ ઠક્કરની ફરિયાદ અનુસાર તેમના ઘરની બાજુમાં જ તેમના મોટાભાઈ ગીરધર જેઠાલાલ ઠક્કર રહે છે.

ભાભી મમતાબેન કેરોના પોઝિટિવ હોવાથી આ દંપતી હોમ ક્વોરન્ટાઈન છે. ગત મંગળ-બુધની રાત્રીએ મમતાબેન ઉપરના રૂમમાં નિંદ્રાધીન હતા અને ગીરધરભાઈ નીચેના રૂમમાં સૂતા હતા ત્યારે ભાંગતી રાતે કેઇ તસ્ક્રો ઘરના મુખ્ય દરવાજાને બળપૂર્વક્ ધક્કા મારતા અંદરની સ્ટોપર તૂટી ગઈ હતી, બાદમાં હરામખોરોએ ક્બાટમાં પડેલું અઢી તોલાનું હીરાજડીત બ્રેસલેટ, બે ઘડિયાળ, ૧૫ હજાર રોક્ડા મળીને લગભગ ૮૦ હજારની માલમતાની ઉઠાંતરી ક્રી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here