ભીમા-કોરેગાંવ મામલોઃ ત્રણ વર્ષ બાદ ડાબેરી કવિ વરવર રાવને જામીન મળ્યા

0
28
Share
Share

મુંબઇ,તા.૨૨

બૉમ્બે હાઈકોર્ટે લગભગ ત્રણ વર્ષ પછી ડાબેરી કવિ અને લેખક વરવર રાવને છ મહિના માટે જામીન આપ્યા છે.

બૉમ્બે હાઇકોર્ટે તેમને મેડિકલ ગ્રાઉન્ડ પર સશર્ત જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે વરવર રાવ મુંબઈમાં જ રહેશે અને જ્યારે પણ જરૂર હશે તેમને તપાસ માટે ઉપસ્થિત થવું પડશે.ભીમા કોરેગાંવ કેસમાં આરોપી ૮૧ વર્ષના વરવર રાવ ઑગસ્ટ ૨૦૧૮થી અટકાયતમાં છે.

આ સમયે વરવર રાવ મુંબઈના નાણાનટી હૉસ્પિટલમાં દાખલ છે, જ્યાં હાઈકોર્ટની પહેલ પછી મહારાષ્ટ્ર સરકારે તેમને દાખલ કરાવ્યા હતા. ભીમા કોરેગાંવ હિંસાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે એનઆઈએ કરી રહી છે.

વરવર રાવ પર આરોપ છે કે ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ના પૂણેમાં યોજાયેલી એલગાર પરિષદ દરમિયાન તેમણે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું, જેને કારણે બીજા દિવસે ભીમા-કોરેગાંવમાં હિંસા થઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here