ભાવિ યોજના શાંત દિમાગથી બનાવો

0
31
Share
Share

શુ તમે પોતાની નોકરી છોડવાની યોજના બનાવી રહ્યા છો, પરંતુ આપની પાસે આગામી પગલાને લઇને કોઇ માહિતી દેખાઇ રહી નથી. અથવા તો તમે એક નવા ફ્રેશર તરીકે હોઇ શકો છો. જેને માહિતી નથી કે ક્યાંથી શરૂઆત કરવાની જરૂર છે. સૌથી મોટી સમસ્યા આપના દિમાગની સ્થિતીની રહેલી છે. જેની પાસે કોઇ પેશન નથી. સાથે સાથે કેરયરને લઇને કોઇ લાંબા ગાળાની યોજના નથી. જો આવી સ્થિતી છે તો વર્તમાન સ્થિતીથી નવી દિશા ક્યારેય મળી શકે તેમ નથી. આપને સફળ રીતે આગળ વધવા માટે નવા વિચાર, અનુભવ, અને દ્રષ્ટિકોણની સાથે પોતાની વિચારધારાને ઉર્જા આપવાની જરૂર દેખાઇ રહી છે. કેટલાક નિષ્ણાંતો સાફ શબ્દોમાં કહે છે કે શાનદાર કેરિયર શોધી કાઢવા માટે સૌથી પહેલા તો એક સમયમર્ચાદાની બાબતને ધ્યાનમાંથી કાઢી નાંખવી જોઇએ. જો તમે તમારા જીવનના આગામી ૨૦ વર્ષની મેપિંગ કરવાની યોજના કરી રહ્યા છો તો તેના જવાબ તરત મળી શકશે નહીં. જ્યારે તમે સમયમર્યાદા દુર કરી નાંખો છો ત્યારે તમારા દિમાગ શાંત થઇ જાય છે. આના કારણે કેરિયર માટે સારા રસ્તા પણ મળે છે. જો તમને આવકની જરૂર છે તો અથવા તો ચિંતાથી દુર રહેવા માટે ઇચ્છુક છો તો તમે કોઇ પ્રોડક્ટસ સાથે જોડાઇ શકો છો. અથવા તો કોઇ અસ્થાયી નોકરી કરી શકો છો. જીવનને સરળ બનાવવા માટે આપ કામમાંથી થોડાક સમય માટે બ્રેક પણ લઇ શકો છો. ભાવિ યોજના શાંત દિમાગ સાથે તૈયાર થાય છે. પોતાના પર મુખ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. મર્યાદા પર ફોક્સ કરવાના પ્રયાસ કયારેય કરવા જોઇએ નહીં. જેમ કે તેની પાસે પૈસા નથી, શિક્ષણ નથી, સંબંધ નથી, અથવા તો અંગત સમસ્યા રસ્તા આડે આવી રહી છે. આ તમામ અસ્થાયી ચીજો છે. જો પોતાને વર્તમાનના પડકારની સાથે જોડીને નિહાળશો તો મોટા ચિત્ર પર ક્યારેય ધ્યાન આપી શકાશે નહીં. ભણવામાં, નવા લોકોમાં અને નવા પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ખાસ જરૂર હોય છે. એવા તમામ ઉત્તેજક વિકલ્પો પર વિચારણા કરી શકો છો જેને પહેલા પડકાર તરીકે સ્વીકારી લેવામાં આવ્યા હતા. ભ્રમણના કાર્યક્રમ તૈયાર કરી શકાય છે. વેપાર શરૂ કરી શકો છો. સ્ટાર્ટ અપમાં ઇન્ટર્નશીપ કરી શકો છો. મોટા ભાગના કેરિયર લાયકાત પર આધારિત રહે છે. એક સોફ્ટવેર આર્કિટેક્ટ સારી રીતે જાણે છે કે કોડિંગ શુ છે. તે એડવાન્સ ેકનોલોજીના ટોપ પર રહે છે. આવી જ રીતે એક કારોબારી સફળતા હાંસલ કરવા માટે અલગ અલગ સ્કીલ્સની પસંદગી કરે છે. જો તમે કોઇ એક લક્ષ્યની પસંદગી કરી લો છો તો તે દિશામાં તમામ રીતે આગળ વધવાની જરૂર હોય છે. એક વખતે રસ્તાની પસંદગી કરી લેવામાં આવ્યા બાદ પોતાનુ ધ્યાન તેના પર કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. એક વખતમાં એક સ્કીલ પર માસ્ટરી હાંસલ કરવાના પ્રયાસ કરવામાં આવે તો ફાયદો થાય છે. પોતાની નવી ઓળખ ઉભી કરવાની જરૂર છે. એવુ નક્કી કરવામાં આવે તે જરૂરી છે કે આપના જીવનના અન્ય ક્ષેત્ર સંતુલિત રહે છે કે કેમ. પ્રયાસ એવા કરવાની જરૂર હોય છે કે આપની પાસે એક વ્યક્તિના રૂપમાં અનેક ઓળખ રહે. તમે મિત્ર હોઇ શકો છો. સમાજમાં યોગદાન આપનાર હોઇ શકો છો. પોતાના વર્તમાન પડકારોને પહોંચી વળવા માટે જીવનના અન્ય ક્ષેત્રોમાં સંતુલન બનાવવા માટેની જરૂર છે.ય મિત્રો, પરિવાર અને સાથી કર્મચારીઓને મદદ કરવા માટે આગળ આવવાની જરૂર હોય છે. આના કારણે જીવનમાં એક નવો વિશ્વાસ જાગે છે. આના કારણે આપને નવા સંપર્ક અને નવા અવસર મળે છે. જ તમે પહેલા પણ નોકરી શકી ચુક્યા છો તો તમને માહિતી હશે કે નોકરીના કન્ટેન્ટ કેટલીક વખત જોબ ટાઇટલથી અલગ હોય છે. જેથી નવા કેરિયર વિકલ્પો પર જે રીતે વિચારણા કરો છો તે રીતે પરિણામ મળતા નથી. સેલ્સના મામલે પણ અનુભવ કેટલીક રીતે અલગ હોય છે. ભાવિ યોજના તૈયાર કરતી વેળા કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. જે પૈકી પ્રથમ બાબત દિમાગને શાંત રાખવાની જરૂર હોય છે. સાથે સાથે બીજી બાબત યોગ્ય રીતે કામ કરવાની જરૂર હોય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here