ભાવનગર-સોમનાથ ધોરી માર્ગનું કામ ઝડપથી શરૂ કરાવવા ધારાસભ્યની કલેકટરને રજુઆત

0
17
Share
Share

ગીરગઢડા, તા.૧૪

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું કામ જે-તે એજન્સી દ્વારા ચાલુ છે. માહિતી મુજબ આ નેશનલ હાઈવેના કામ માટે ઉનાથી લઈ સોમનાથ સુધી જમીન સંપાદિત કરી ખેડૂતોને વળતર ચુકવવામાં આવેલ છે ત્યારબાદ આ કામ ઝડપી થવું જોઈએ તે ગતિએ થતું નથી. જેના કારણે ચાલુ ચોમાસા દરમ્યાન આ રસ્તો સંપૂર્ણપણે બિસ્માર થઈ ગયેલ હોઈ તેની મરામત અને સુધારણા માટે અમોએ તા.૩૦/૭ ના રોજ કલેકટરને પત્ર લખી આ પ્રશ્નનું નિકાકરણ લાવવા બેઠક બોલાવવા પત્ર લખેલ હતો ત્યારબાદ આપના દ્વારા નેશનલ હાઈવેના પ્રોજેકટ ડાયેરકટરને પત્ર લખી મરામતના કામ સબબ ખુલાસો કરવા જણાવેલ હતુ. આ રોડનું સામાન્ય અને જરૂરી મરામત કરવાની થતી હતી તે મરામત કરવામાં આવેલ છે પરંતુ રોડની નીચેની સપાટી સંપૂર્ણપણે ખરાબ હાલતમાં હોઈ જેના કારણે આજે પણ આ રસ્તો બિસ્માર હાલતમાં છે. દા.તા. ઉના શહેરમાંથી પસાર થતો નેશનલ હાઈવે રોકડીયા હનુમાનથી લઈ ઉના-કોડીનારના બાયપાસ સુધી સંપૂર્ણપણે ખરાબ હાલતમાં છે, જેને ડામર સપાટીથી કરવામાં આવે તો જ આ રસ્તા પર વાહનવ્યવહાર સરળતાથી ચાલી શકે તેમજ આ રસ્તાના ઝડપી કામ બાબતે જે-તે એજન્સીઓને પડતી વહીવટી મુશ્કેલી બાબતે પણ ચર્ચાઓ કરી પ્રશ્નનું નિરાકરણ લાવવું જરૂરી છે. લોકોને રાહત મળે અને આ નેશનલ હાઈવેનું કામ ઝડપથી પૂર્ણ થાય તે અંગે અગાઉ બેઠક બોલાવવા માંગણી કરેલ હતી, પરંતુ આ બેઠક આજદિન સુધી બોલાવવામાં આવેલ નથી.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું કામ વ્યવસ્થિત રીતે ચાલે તથા સોમનાથ-કોડીનાર-ઉના હાઈવે જે બિસ્માર હાલતમાં છે તે માટે યોગ્ય નિર્ણય કરવા સારૂ તથા વહીવટી મુશ્કેલીઓના નિરાકરણ સારૂ નેશનલ હાઈવેના પ્રોજેકટ ડાયરેકટર, અન્ય સંબંધિત અધિકારીઓ, જે-તે એજન્સીના પ્રતિનિધિઓ, સ્થાનિક ધારાસભ્યોની મીટીંગ બોલાવી જરૂરી કાર્યવાહી કરાવવા પુનઃ ભલામણ ધારાસભ્ય પુંજા વંશે કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here