ભાવનગર સર.ટી.હોસ્પિટલના ડોક્ટર સહિતના ૨ કોરોના પોઝિટિવ

0
16
Share
Share

ભાવનગર,તા.૨૫

ભાવનગર સર ટી હોસ્પિટલના ડોક્ટર અને અમદાવાદ સિવિલમાં ફરજ પર ગયેલ ડો. રોશન વાલવી (ઉં.વ.૨૫) ગઈકાલે અમદાવાદથી સર.ટી. હોસ્પિટલમાં આવતાં તેમનું સેમ્પલ લેવામાં આવેલ અને ચિત્રા શાંતિનગરમાં રહેતા રાજેન્દ્રભાઈ ભરતસિંહ (ઉં.વ. ૨૫)ને તાવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવેલ જે પરિક્ષણ અર્થે મોકલવામાં આવતા બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.

રાજકોટમાં બુધવારે એક સાથે ૧૨ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ૧૧ અને એક દર્દી અન્ય જિલ્લાના છે. રાજકોટમાં દર્દીઓની સંખ્યા ૨૦૭ પર પહોંચી ગઇ છે. બીજી તરફ સાત દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here