ભાવનગર : સર ટી હોસ્પિટલનાં તબીબ પર ત્રણ નશાખોર શખ્સોનો હુમલો

0
24
Share
Share

ભાવનગર તા. ૩૦

ભાવનગરની સર.ટી. હોસ્પીટલના ઇએમટી વિભાગ ખાતે ફરજ પર હતા. તે વખતે ત્રણ શખ્સોએ આવી કહેલ કે કાનમા દુઃખે છે. મારે ડોકટરને બતાવવું છે. જેથી સીકયોરીટી તબીબને તેમના આરામ રુમમા જાણ કરવા જતા ત્રણેય અજાણ્યા શખ્સોએ પણ તેમની પાછળ જઇ દરવાજાને ધકકો મારી તોડી નાખી રુમમાં ઘુસી જઇ તબીબ તથા સીકયોરીટી ઉપર છરી વડે હુમલો કરવાની કોશીષ કરેલ. અને તબીબના શટર્નો કોલર પકડી ગાળો આપેલ. છતા ફરજ પરના તબીબ ડો. ઉદીતભાઇ ચાવડાએ દદર્ીને તપાસવા જતા તેમના મો માથી નશો કરેલ હોય તેવી દુર્ગંધ આવતી હતી. અને છતા તેમને તપાસી જણાવેલ કે તમો સવારે ઓપીડીમાં આવો ત્યા તમારી વ્યવસ્થીત તપાસ કરી શકાશે.

જેથી તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને તબીબને મારવાની કોશીષ કરેલી અને ત્રણેય શખ્સો જતા રહેલા. જતા જતા તેઓએ તબીબ તથા સીકયોરીટીને બીભત્સ ગાળો આપેલ. જે અંગે પોલીસે ૩ અજાણ્યા શખ્સો વીરુધ્‌ધ ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here