પાલીતાણામાં ચેક પરત ફરતા છ માસની સજા-દંડ
ભાવનગર તા. ૩૦
૩ વર્ષ પુર્વે સગીરાને હેરાન પરેશાન અને પજવણી કરનારા શિહોર તાલુકાના નવા ગામના શખ્સ સામે નો કેસ અદાલતમાં ચાલી જતા આરોપીને તકસીરવાન ઠેરવી ૩ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.વિજય કેશુભાઇ રાઠોડ (ઉ.વ. ૧૮ રહે. નવાગામ મોટા તા. શિહોર જી. ભાવનગર) નામના શખ્સે પ્રેમ સંબંધ બાંધવા સારુ ભોગ બનનારના મકાનના પાછળની બારીથી મોબાઇલ આપી આરોપીએ વાત કરવાનું કહેતા ભોગ બનનારે ફોનમાં વાત ન કરતા આરોપીએ ભોગ બનનાર તથા તેના નાનાભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની સાથે વાત કરવા દબાણ કરતા ભોગ બનનારે વાત કરતા તેમજ ભોગ બનનાર ટયુશનમાં જતી હતી તે વેળાએ ઉકત આરોપીએ પોતાની મોટરસાઇકલ પાછળ લઇ જઇ તેણીને હેરાન કરી છેડતી-પજવણી કરતા આ અંગેની શીહોર પોલીસ મથકમાં વીજય કેશુ રાઠોડ સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધીયો હતો.અદાલતે આરોપીને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ.૧૦ હજારનો દંડનો હુકમ કર્યો હતો.
ચેક રીટર્ન કેસમાં આરોપીને ૬ માસની સજા
બળવંતભાઇ મોહબતસંગ પરમાર (રહે. કુંભણ તા. પાલીતાણ જી. ભાવનગર વાળા) તથા ફરીયાદી મયુરસીંહ રાઠોડ (રહે. રુપાણી સર્કલ ભાવનગર) બંને વચ્ચે કૌટુંબી સંબંધ હોય તે સંબંધના નાતે આ કામના આરોપી બળવંતભાઇ પરમારને નાણા-પૈસાની જરુરીયાત હોય જેથી ઉધાર પેટે ફરીયાદીએ રૂ.૩,૦૦,૦૦૦ આપ્યા હતા.આ રકમ પરત નહી આપતા અંતે બેંકનો ચેક લખી આપ્યો હતો. આ ચેક પરત ફરતા ફરીયાદી મયુરસીંહ આરોપી બળવંતભાઇ પરમાર સામે કેસ દાખલ કર્યો હતો. અદાલતે બળવંતભાઇ પરમારને તકસીરવાન ઠરાવી ૬ માસની સાદી કેદની સજા અને રોકડા રૂ.૧૦ હજાર દંડ કરાયો હતો.