ભાવનગર મનપામાં પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપ-કૉંગ્રેસનો પ્રચંડ પ્રચાર

0
20
Share
Share

ભાવનગર,તા.૧૯

ભાવનગર મનપાની ચૂંટણી માટે આજે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપ અને કૉંગ્રેસ તરફથી અંતિમ ઘડીમાં પ્રચંડ પ્રચાર કરાયો હતો.ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાના અંતિમ સમયે આજે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વિભાવરીબેન દવે, જીતુ વાઘણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.વિજય વિશ્વાસ યાત્રા ભાવનગર જશોનાથ ચોક થી શરૂ થઈ ને શહેરમાં ફરી હતી.

આ યાત્રા ઘોઘાગેટ ચોક, ખારગેટ, હલુરિયા થઈ ને શહીદ સ્મારક ખાતે પહોંચી હતી. ભાવનગરમાં આજે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શહેરના અલગ અલગ વોર્ડમાં કોંગ્રેસની જંગી જાહેર સભાઓ યોજાઈ હતી. બોરતળાવ વોર્ડની સભામાં તો ગેસ સિલિન્ડર સ્ટેજ પર લોકોને દેખાય તેવી રીતે મુકવામાં આવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે પંજાબના પરિણામને ટાંકીને ભાજપ પર પ્રહાર કર્યો હતો કે, પ્રજા સમજી ગઈ છે અને ભાજપનો અહંકાર પ્રજાજ તોડશે. આગામી દિવસોમાં કોંગ્રેસ માટે સારા પરિણામ ગુજરાતમાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર મનપાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here