ભાવનગર મનપાની ચૂંટણીઃ ૨૦૦૦ પોલીસ અને હોમગાર્ડના જવાન તૈનાત રહેશે

0
24
Share
Share

ભાવનગર,તા.૧૯

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ૨૧મી તારીખે ચૂંટણી યોજાવાની છે….ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે પોલીસે સિક્યુરિટી પ્લાન તૈયાર કર્યો છે.૨૧મી તારીખે મતદાન દરમિયાન ભાવનગર શહેરમાં ૪ ડીવાયએસપી, ૯ પીઆઈ, ૧૦૦૦ પોલીસ જવાનો, ૮૫૦ હોમગાર્ડ, ૫ એસઆરપીની ટીમ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે.

૨૧મી તારીખે ભાવનગર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠક માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે પોલીસની ટીમો તમામ વોર્ડ પર બાજ નજર રાખશે. મનપાની ચૂંટણી માટે તૈયાર કરાયેલા ૪૬૯ બુથ પર ચાંપતી નજર રહે તે પ્રકારનું આયોજન કરી લેવાયું છે.આ ચૂંટણી કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહી હોય ચૂંટણી આચારસંહિતાની સાથે કોવિડ ગાઈડલાઈન્સનો અમલ પણ કરાવાશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here