ભાવનગર: મનપાના નામે બોગસ રિસિપ્ટ આપી કોરોના દર્દીઓ સાથે છેતરપિંડી

0
19
Share
Share

ભાવનગર,તા.૧૮

ભાવનગરમાં કોરોનાની મહામારીના સમયમાં માનવી માનવતા છોડીને રૂપિયા કમાય લેવાની વૃત્તિઓએ જોર પકડ્યું છે. થોડા દિવસ પૂર્વે કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ પરથી સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ સહિતની ચોરીઓ સર.ટી હોસ્પિટલમાં થઈ હતી. હજુ તેનો આરોપી ઝડપાયો નથી ત્યાં મહાનગરપાલિકાની બોગસ પહોંચ આપી હોમ આઇસોલેશનમાં રહેલા દર્દી પાસેથી રૂપિયા પડાવી લીધા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

મહાનગરપાલિકના નામે બોગસ રિસીપ્ટ આપી અજાણી વ્યક્તિએ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દી પાસેથી ૪૯૦૦ રૂપિયા પડાવી લીધા હતા. સુભાષનગર ભોળાનાથ સોસાયટીમાં રહેતા રોહનભાઈ વિજયભાઈ જોષીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. સરકાર દ્વારા હોમ આઇસોલેશનમાં રહેલા દર્દી પાસેથી રૂપિયા લેવામાં આવતા નથી. ત્યારે રોહનભાઈ જોષીને અજાણી વ્યક્તિએ હોમ આઈસોલેશનના ૧૪ દિવસના ખર્ચના રૂ.૪૯૦૦ ભાવનગર મહાનગરપાલિકાની પહોંચ આપી વસુલી લીધા છે.

આ કૌભાંડની વાત બહાર આવતા ખળભળાટ થયો છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહાનગરપાલિકાની બોગસ પહોંચ છપાવી આ પ્રકારે બીજા કેટલા લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હશે તે તપાસમાં બહાર આવશે. પરંતું રોહનભાઈને આપેલી પહોંચમાં પહોંચ નં. ૨૭૭૬ છપાયેલો છે તે મહત્વની બાબત છે. આ કૌભાંડમાં કોર્પોરેશનની અંદરની વ્યક્તિની સંડોવણી છે કે બહારની તે તપાસ બાદ બહાર આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here