ભાવનગર : બે વ્યાજખોરો સામે પાસાનું શસ્ત્ર ઉગામતુ તંત્ર

0
22
Share
Share

ભાવનગર, તા.૨૪

ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર નાણા ધીરાણ આપી ઉંચા વ્યાજે ધાકધમકી આપી ઉઘરાણી કરવાના ગુન્હાના આરોપીઓ મુકેશભાઈ ભગવાનભાઈ મેર ઉ.વ.૨૩ રહે.સુભાષનગર, વર્ષા સોસાયટી તથા સુરેશભાઈ નાજાભાઈ મેર ઉ.વ.૨૩ રહે.સુભાષનગર, વાઘેલા મંડપવાળો ખાંચો સામે પીએએસએ (પ્રિન્વેશન ઓફ એન્ટી સોશિયલ એકટીવીઝ) હેઠળ પગલા લેવાની દરખાસ્તનો અભ્યાસ કરતા જણાવેલ કે ઉકત બંને ઈસમો નાણા ધીરનાર અધિનિયમ-૨૦૧૧ હેઠળ કરેલા નિયમો અને હુકમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર નાણા ધીરનાર વ્યકિત તરીકે ગેરકાયદેસર નાણા ધીરાણ આપી ઉંચા વ્યાજે ધાકધમકી આપી અને મારામારી કરી નાણા વસુલ કરવાના ગુનાઓ કરેલ છે. જેથી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બંને ઈસમોની સામે પીએએસએ હેઠળ પગલા લેવા દરખાસ્તને માન્ય રાખી અટકાયત કરી અટકાયત કરી મુકેશભાઈ ભાવનગરને મઘ્યસ્થ જેલ વડોદરા તથા સુરેશભાઈ ભાવનગરે મઘ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવાનો હુકમ પસાર કરવામાં આવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here