ભાવનગર : બનાવટી ભારતિય ચલણી નોટોના ૬૩ હજારના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

0
16
Share
Share

ડુપ્લીકેટ પ૦૦ તથા ર૦૦ના દરની નોટો વટાવવા આવતા ઝડપી લેતી આરઆર સેલની ટુકડી

ભાવનગર તા. ૧૩

ભાવનગર આર.આર.સેલના સ્ટાફનેે    મળેલ બાતમી આધારે આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના અધિકારી તથા સ્ટાફે સફળ ઓપરેશન કરેલે જેમા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી સલમાન સલીમભાઇ પીરાણી રહેવાસી-જોગીવાડની ટાંકી, રૂવાપરી રોડ મેમણ જમાતખાના ભાવનગર વાળો હલુરીયા ચોક ખાતે ડુપ્લીકેટ નોટો વટાવવા આવેલ છે. જે બાતમી આધારે આરોપી સલમાનભાઇ સલીમભાઇ પીરાણી/મેમણ ઉ.વ.૨૮, ધંધો-કમ્પાઉન્ડર રહેવાસી-જોગીવાડની ટાંકી, રૂવાપરી રોડ મેમણ જમાતખાનામાં ભાવનગર વાળાને ઝડપી પાડેલ આરોપી પાસેથી બનાવટી ભારતીય ચલણી નોટો રૂપિયા ૬૩,૩૦૦/- ની ઝડપી પાડેલ જેમા રૂપિયા ૫૦૦ ના દરની નોટ નંગ-૭૩ તથા રૂપિયા ૨૦૦ ના દરની નોટ નંગ-૧૩૪ છે. તેમજ આરોપી પાસેથી મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા સહિત ૫૬૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ જેના વિરૂધ્‌ધમાં કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં આ બાબતે હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ નાઓએ ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન એફએસએલ અધિકારી આર.સી.પંડયા દ્રારા નોટોનુ પરીક્ષણ કરી ઉત્ક્રુષ્ટ માર્ગદર્શન પુરૂ પાડેલ હતુ આમ ભાવનગર આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કોર્ડએ સફળ ઓપરેશન કરી ભારતીય અર્થતંત્રને નુકશાન પહોચાડી ખોખલુ કરવાનો બદઇરાદો રાખનાર ઇસમને બનાવટી નોટો સાથે ઝડપી પાડેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here