ભાવનગર : પ્રતિબંધીત ૧૪૦૦ લીટર બાયો ડીઝલ ભરેલુ ટેન્કર ઝડપાયુ

0
32
Share
Share

ભાવનગર તા. ર૮

ભાવનગર એ.એસ.પી તથા સી.ડીવીજન પીએસઆઇ તથા સ્ટાફે ચોકકસ બાતમી આધારે શહેરના કરચલીયાપરામાંથી એક ટેન્કર તથા તેમાં રહેલા ૧૪૦૦ લીટર બાયો ડીઝલના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી હતી .પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સી.ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ.એસ.એમ.સીસોદીયા તથા એ.એસ.પી.શફીન હસન તથા સ્ટાફે શહેરના કરચલીયાપરા ખાતે ગેર કાયદેસર બાયો ડિઝલનું વેચાણ થતુ હોવાની ચોકકસ બાતમી આધારે હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા એક ટાટા -૪૦૭ વાહન નંબર જી.જે.૦૫.એ.યુ -૩૦૯૫ નુ મળી આવેલ . જેની ડ્રાઇવીંગ શીટ પર બેઠેલ શખ્સનું નામ પુછતા તેમણે પોતાનું નામ શંકર ઉર્ફે ભોથો ધીરૂભાઇ વાઘેલા ( રહે . કરચલીયાપરા ) વાળો મળી આવેલ . ટેન્કરમાં શું છે તેમ પુછતા તેમાં બાયો ડિઝલ હોવાનું જણાવેલ પોલીસે ચેક કરતા તેમા ૧૪૦૦ લીટર બાયો ડિઝલ હોવાનું ખુલવા પામેલ . જેથી પોલીસે બાયો ડિઝલનો જથ્થો તથા સાધનો અને ટેન્કર મળી કુલ રુ . ૧૮૪૦૦૦ નો મુદામાલ કજે લઇ આરોપીની અટક કરી પી.એસ.આઇ. એસ.એમ.સીસોદીયાએ સી.ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવી ભાવનગર પુરવઠા અધીકારીને જાણ કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here