ભાવનગર : પોલીસ હેડકવાર્ટરમાં સફાઇનાં અભાવે જવાબદાર જમાદાર સસ્પેન્ડ

0
15
Share
Share

ભાવનગર તા. ર૧

ભાવનગર રેન્જ વડા અશોક કુમાર દ્રારા તા .૨૦ / ૧૧ / ના ભાવનગર જીલ્લાના વાર્ષિક ઇન્સપેકશન દરમ્યાન પોલીસ હેડ કવાટર્ર ખાતેની નવાપરા પોલીસ લાઇનની વિઝીટ લેવામાં આવેલ . સદરહું લાઇન વિઝીટ દરમ્યાન પોલીસ લાઇનમાં આવેલ ગાર્ડનમાં ઘાસ ઉગેલુ અને સાફ સફાઇ બાબતે કોઇ પણ પ્રકારનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ ન હતું , કવાટર્સની આજુબાજુમાં બિન જરૂરી રીતે પાણી વહેતુ હતુ , પોલીસ હેડ કવાટર્રમાં જુદા જુદા કવાટર્સની બહાર તથા હાઇ રાઇઝ બિલ્ડીંગના તમામ ફલોર્સ તથા દાદરાઓ ઉપર કચરા સાથેની ખૂબજ ગંદકી જોવા મળેલ , પોલીસ હેડ કવાટર્ર ભાવનગર ખાતેના નવાપરા પોલીસ લાઇન જમાદાર તરીકે ફરજ બજાવતા અનિરૂધ્ધસિંહ ખોડુભા સરવૈયાનાઓની લાઇન જમાદાર તરીકે પોલીસ લાઇનની નિયમિત સાફ સફાઇ , ઘાસ કટીંગ કરેલ નથી , પોલીસ લાઇનની જાળવણી તથા નિભાવણી કરાવવાની હોવા છતાં તેઓ દ્વારા કોઇપણ જાતની કાર્યવાહી કરી / કરાવવામાં આવેલ નહી જેથી લાઇન જમાદાર તરીકેની ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્કાળજી જણાય આવતા તાત્કાલીક અસરથી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી દ્વારા પોલીસ કોન્સ્ટબલ અનિરૂધ્ધસિંહ ખોડુભા સરવૈયાનાઓને ફરજ મોકુફ કરી તેઓ વિરૂધ્‌ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here