ભાવનગર : પેટ્રોલ પંપમાં ઇંધણની ચોરી કરતા ૩ કર્મી.ઓ ઝડપાયા

0
10
Share
Share

ભાવનગર તા. ૧૦

શહેરનાં શિવાજી સર્કલ નજીક ગાયત્રીનગર- મીરાપાર્કમાં રહેતા ભરતસિંહ ગુલાબસિંહ ગોહેલનો પીતૃઆશીષ પેટ્રોલપંપ નજીકનાં ગુંદી કોળીયાક ગામ નજીક આવેલ છે. છેલ્લા પાંચ મહિનાથી આ પેટ્રોલપંપમાં પેટ્રોલ-ડીઝલ્સ સ્ટોકમાં મોટી ઘટ આવતી હોય અને શંકા જતાં ભરતસિંહ ગોહિલે મોડી રાત્રે સ્થાપક પેટ્રોલપંપ ઉપર મુલાકાત લેતાં કર્મચારી જગદીપ જીતેન્દ્રભાઈ સોલંકી, વિજયભાઈ વીનુભાઈ સોલંકી અને જીગ્નેશ વશરામભાઈ બાંભણીયા નામનાં કોળીયાક ગામે રહેતા ત્રણેય કર્મીઓને પેટ્રોલ-ડીઝલ ભરેલા કેરબા સાથે ઝડપી પુછપરછ કરી હતી. આ ત્રણેયએ ભુલ થઈ ગઈ છે અને તેઓ પંપનાં સીસીટીવી કેમેરા બંધ કરી ચોરી કરતાં હોવાની કબુલાત આપી હતી.

આ શખ્સોએ પેટ્રોલ ૬૬૬૯ લીટર કિંમત રૂા.૫૩૪૭૮૭ અને ડીઝલ ૨૨૩૭ લીટર કિંમત રૂા.૧૭૨૭૪૧ મળી કુલ રૂા.૭૦૭૫૨૮ની કિંમતનાં પેટ્રોલ-ડીઝલની ચોરી કરી હતી. આ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here