ભાવનગર : પિસ્તોલ તથા કાર્તુસ સાથે શખ્સ ઝડપાયો

0
16
Share
Share

ભાવનગર તા. ૧પ

આગામી વિધાનસભાની પેટા ચુંટણીને અનુલક્ષીને ગઢડા વિધાનસભા હેઠળ આવતા મત વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. અશોક યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડની સુચનાથી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ ઉમરાળા તથા વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં હતી.

દરમ્યાન એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ઉમરાળાના દાતાર ચોકડી ખાતેથી આરોપી સાદિકભાઇ અબ્દુલભાઇ ચૌહાણ ઉ.વ.૩૪ રહેવાસી મેમણ કોલોની વિસ્તાર તળાજા ગેરકાયદેસરની ફાયર આર્મ્સ દેશી બનાવટની પિસ્ટલ નંગ-૧ જીવતા કાટર્ીશ નંગ-૨ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.

આ કામગીરીમાં હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. મનદિપસિંહ ગોહિલ તથા દિલીપભાઇ ખાચર તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. ભોજાભાઇ આહિર જોડાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here