ભાવનગર, તા.૨૮
ગઈકાલે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા દ્વારા ઝોન મહામંત્રીઓ અને મંડળ પ્રભારીઓની નિમણુંકો કરવામાં આવી હતી.
જેમાં નિમાયેલા ત્રણ મહામંત્રીઓમાં ઘોઘા ગ્રામ્ય, તળાજા શહેર અને તાલુકા, મહુવા શહેર અને તાલુકા માટે ભુપતભાઇ જગાભાઈ બારૈયાની નિમણુંક કરાઈ છે. રસિકભાઈ આંબાભાઈ ભીંગરાડિયાને વલ્લભીપૂર શહેર-તાલુકા, ભાવનગર તાલુકા, શિહોર ગ્રામ્ય અને શહેરની જવાબદારી સોંપાઈ છે. ભરતસિંહ દિલુભા ગોહિલને પાલીતાણા અને ગારિયાધાર શહેર-ગ્રામ્ય તેમજ ઉમરાળા અને જેસર ગ્રામ્યની જવાબદારી સોંપાઈ છે.
જયારે પ્રભારીઓમાં માસાભાઇ ગોવિંદભાઇ ડાંગર, અશોકભાઈ વનમાલિભાઇ સોલંકી, સંજયભાઈ મનુભાઈ બારોટ, ભરતભાઈ હરિભાઈ મેર, અજુર્નભાઈ રુપસંગભાઇ યાદવ, હરેશભાઇ ધુળાભાઈ વાઘ, બાબુભાઇ પાંચાભાઇ જોળીયાં, મોહન મુળજી ભંડેરી તેમજ જગદીશભાઈ ભાનુભાઇ મકવાણાનો સમાવેશ થાય છે.