ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકના ૭૦ ટકા જળાશયો છલકાયા

0
19
Share
Share

ભાવનગર,તા.૧૨

આ વખતે ચોમાસાની સિઝનમાં મેઘરાજા રાજ્યભરમાં મહેરબાન થયા છે. તેવામાં ભાવનગર જિલ્લામાં આ વર્ષે સરેરાશ ૧૨૦ ટકા વરસાદ પડ્યો છે. ગત ૩૦ વર્ષના આંક મુજબ ૫૯૫ મીમી સરેરાશ વરસાદને ૧૦૦ ટકા ગણીએ તો આ વર્ષે ૭૧૩ મીમી એટલેકે ૧૨૦ ટકા વરસાદ પડ્યો છે.

આ વરસાદમાં જિલ્લાના મોટાભાગના જળાશયોમાં પાણીની આવક સારા પ્રમાણમાં થઇ છે. સુજલામ સુફલામ યોજના હેઠળ વિવિધ ગામોના તળાવો, ચેકડેમો અને નાના જળાશયોમાં પણ સારા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થયો છે. સુજલામ સુફલામ યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે તળાવો, ચેકડેમો ઉંડા ઉતારવા અને તેની સાફસફાઈની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી.

જેનું ફળ મળતા આ વર્ષે મોટાભાગના જળાશયો હાલ છલકાઇને ઓવરફ્લો થઇ ગયા છે. ઉપરાંત આજુબાજુના ગામોના પાણીના તળો પણ ઉંચા આવી ગયા છે. તેમજ કૂવા સજીવ બની જતા ખેડૂતો પોતાના ખેતરોના ઉભા પાકને પાણી આપી રહ્યા છે. જ્યારે હજુ સૌની યોજના હેઠળ ફેઝ-૪માં જે વિસ્તારમાંથી આ લાઈનો પસાર થશે તેમાં આવતા ગામોના નાના મોટા જળાશયોને પણ ભરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here