ભાવનગર : ઘેટી ગામે તારની ફેન્સીંગમાં ફસાયેલા સિંહનું રેસ્કયુ કરતુ વનતંત્ર

0
17
Share
Share

ભાવનગર તા. ૯

ભાવનગર જીલ્લાના ઘેટી ગામે વાડીની તાર ફેન્સીંગમાં સિંહ ફસાઇ ગયો હતો. બનાવની જાણ થતા ફોરેસ્ટ વિભાગની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી.

મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં પાલીતાણા તાલુકાનાં ઘેટી ગામે રહેતા લવજીભાઇ માસ્તરની વાડીમાં કરેલ તાર ફેન્સીંગમાં શિકારની શોધમાં આવી ચડેલો સિંહ ફસાઇ ગયો હતો. આ અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

તાર ફેન્સીંગમાં ફેસાયેલા સિંહને બહાર કાઢવા ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્કયુ હાથ ધરવમાં આવ્યું હતં. બનાવની જાણ થતાં જ ગ્રામ્યજનોનાં ટોળેટોળા ઉમટી પડયા હતા.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વાડીની તાર ફેન્સીંગમાં દિપડો, સિંહ વિગેરે પ્રાણીઓ ફસાઇ જવાનાં અને કેટલાક બનાવમાં મોત નિપજવાનાં બનાવો પણ ભાવનગર પંથકમાં બનવા પામ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here